ફેસબુક, ગુગલ અને ટિ્વટરની પુછપરછ થશે
ઓનલાઇન સેફ્ટી કાયદા માટ તૈયાર કરાયેલા મુસદ્દાને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે માટે યુકેના સંસદસભ્યોની આ સમિતિ હાલ વિવિધ ક્ષેત્રના સંશોધકો, પત્રકારો, ટેક્નોલોજી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય નિષ્ણાતોના અભિપ્રાયો અને સૂચનો લઇ રહી છે. આ તમામ લોકોના અભિપ્રાયો અને સૂચનો બાદ કમિટિ એક રિપોર્ટ તૈયાર કરશે અને તેને સરકારને સુપરત સકરશે. અમેરિકાની સેનેટની કમિટિ જે સપ્તા દરમ્યાન યુટયુબ, ટિકટોક ને સ્નેપચેટના પ્રતિનિધિઓની પૂછપરછ કરવાની છે તે સપ્તાહ દરમ્યાન યુકેના સાંસદો પણ સોસિયલ મીડિયાની કંપનીઓના પ્રતિનિધિઓની પૂછપરછ કરશે.યુઝર્સની સલામતિના મુદ્દે યુકેના સાંસદો ટૂક સયમાં જ ફેસબુક, ટિ્વટર અને ગુગલ જેવી સોશિયલ મીડિયાની મહાકાય કંપનીઓની આકરી અને સઘન પૂછપરછ કરી તેના કાન આમળશે. બીજી બાજુ યુરોપમાં સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ રાખવાના પ્રયાસોએ તેજ ગતિ પકડી હતી. બ્રિટનની સરકાર ઓનલાઇન સેફ્ટી અંગેનો એક કાયદો લાવી રહી છે અને તે અંગેનો એક મુસદ્દો પણ તૈયાર કરી દેવાયો છે. આ મુસદ્દાની ઉંડાણપૂર્વકની ચકાસણી અને સમીક્ષા કરવાના હેતુથી સંસદસભ્યોની એક સમિતિની પણ રચના કરી દેવામાં આવી છે. આ સમિતિમાં સમાવિષ્ટ સાંસદો ફેસબુક, ગુગલ, ટિ્વટર અને ટિકટોકના પ્રતિનિધિઓને યુઝર્સની સલામતિને લગતાં સંખ્યાબંધ પ્રશ્નો પૂછશે. યુરોપ ખંડમાં આવેલા તમામ દેશો પણ સોશિયલ મીડિયા ઉપર સક્રિય રહેતાં અને વિશેષ કરીને કુમળી વયના કિશોર-કિશોરીઓની સલામતી અને ્ન્ય યુઝર્સની પ્રાઇવસીના રક્ષણ અને સલામતી બાબતે ખુબ જ ચિંતિત છે તેથી તે દેશોએ પણ સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ લાદવાના પ્રયાસો તેજ કરી દીધા છે પરંતુ બ્રિટનની સરકાર તે દિશામાં સૌથી આગલ નીકળી ગઇ છે.
Recent Comments