રાષ્ટ્રીય

ફેસ પરના ખીલ+કાળા ડાધા+કરચલીઓ દૂર કરી દો આ દેશી નુસ્ખાથી, તરત મળી જશે રિઝલ્ટ

અણગમતા વાળ, કાળા ડાધા ધબ્બા, ખીલ, કરચલી જેવી અનેક વસ્તુઓ ચહેરા પર હોય તો આપણી પર્સનાલિટી બગડી જાય છે. જો કે આજકાલ નાની ઉંમરમાં પણ અનેક છોકરીઓને ફેસ પર ખીલ થતા હોય છે. ઘણાં લોકોને મોટા તો ઘણાં લોકોને નાના ખીલ થતા હોય છે. તમે ચહેરા પર હાઇ કેમિકલ્સ પ્રોડકટ્સ વાપરો છો તો એની સાઇડ ઇફેક્ટસ પણ તમને હેરાન કરીને મુકી દે છે. આમ, જો તમારા ચહેરા પર ડાર્ક સ્પોર્ટ, ખીલ તેમજ કરચલીઓ બહુ પડી ગઇ છે તો આ પ્રાકૃતિક વસ્તુઓની મદદથી એને દૂર કરી દો.

દૂધ

દૂધમાં લૈક્ટિક એસિડ હોય છે જે કાળા ડાધા ધબ્બાને દૂર કરવામાં સૌથી ફાયદાકારક છે. આ માટે કોટન બોલને દૂધમાં પલાળીને દિવસમાં 3 થી 4 વાર મોં પર ફેંરવો. આ પ્રોસેસ સતત તમે મહિનો કરો છો તો ચહેરો ક્લિન થઇ જાય છે.

મસૂરની દાળ

મસૂરની દાળ એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે, જે બ્લેક સ્પોટને હટાવીને સ્કિન ગ્લો કરવાનું કામ કરે છે. આ માટે 50 ગ્રામ લાલ મસુરની દાળ લો અને એને એક બાઉલમાં જરૂર મુજબ પાણી લઇને દાળને પલાળો. પછી આ દાળને મિક્સરમાં ક્રશ કરી લો અને એકદમ લીસી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી મોં ધોઇ લો.

પપૈયું

પપૈયામાં અલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે જે મૃત, સુસ્ત ત્વચાની કોશિકાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે એક પપૈયાને મેશ કરી લો અને તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ 20 મિનિટ ચહેરા પર લગાવીને પછી મસાજ કરો. પપૈયું સ્કિનને હેલ્ધી રાખે છે અને સાથે ક્લિન કરવાનું કામ કરે છે. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં 3 વાર કરવાની રહેશે. જો તમે રેગ્યુલર મેશ કરેલું પપૈયું તમારા ફેસ પર લગાવો છો તો તમારી સ્કિન મસ્ત ગ્લો કરે છે અને સાથે-સાથે ચહેરા પરના બધા ડાધા-ધબ્બા, ખીલ જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.   

Related Posts