ફોજદારી કેસ ના પકડ વોરંટ ના કામે છેલ્લા બારેક વષૅથી નાસતા ફરતા ઇસમને મહેસાણા જિલ્લાના કહીપુર ગામેથી પકડી પાડતી ખાંભા પોલીસ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અલગ અલગ જિલ્લાઓમાં તેમજ અમરેલી જિલ્લામાં ગુના આચર્યા બાદ આરોપીઓ કોર્ટ મુદતે હાજર રહેતા ન હોય જેને કારણે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થતો હોય જે બાબતે નામદાર કોર્ટ દ્વારા આવા આરોપીઓને પકડી કોર્ટ સમક્ષ રજુ કરવા પકડ વોરંટ ઇસ્યુ કરેલ હોય જે વોરંટની અસરકારક બજવણી કરવા સુચના કરેલ હોય, નામદાર જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ કોર્ટ ખાંભાના ફોજદારી કેસ નંબર ૫૦૮/૨૦૧૧ ના કામે આરોપી વિરૂધ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલ હોય જે વોરંટનો આરોપી છેલ્લા બારેક વષૅથી નામદાર કોર્ટમાં હાજર રહેતા ન હોય જે ધરપકડ વોરંટ ના કામે નાસતા ફરતાં આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ રાખવા સા.કુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી વોરા નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ધારી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.દેસાઈ ના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી.હડીયાની સુચના અને માર્ગદર્શન નીચે ખાંભા પો.સ્ટે.ના એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ. ધનાભાઇ કડવાભાઇ પરમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે પકડ વોરંટ નીચે જણાવેલ ઇસમને કહીપુર, તા.વડનગર જિ.મહેસાણા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ-
(૧) હર્ષદભાઇ મોહનભાઇ પરમાર રહે.ખેરા તા.રાજુલા મૂળ ગામ કહીપુર તા.વડનગર જિ.મહેસાણા
આ કામગીરી ખાંભા પો.સ્ટે ના પો.સબ.ઇન્સ. કે.ડી.હડીયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ધનાભાઇ કડવાભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ.
Recent Comments