ભારતમાં પોતાનો પ્લાન્ટ બંધ કરનારી જનરલ મોટર્સ પછી ફોર્ડ બીજી અમેરિકન ઓટો કંપની છે. બે દાયકાથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યા બાદ ૨૦૧૭ માં જનરલ મોટર્સે જાહેરાત કરી હતી કે તે ભારતમાં વાહનોનું વેચાણ બંધ કરશે. કંપનીએ ગુજરાતમાં તેનો હાલોલ પ્લાન્ટ એમજી મોટર્સને વેચ્યો હતો, જ્યારે તેણે મહારાષ્ટ્રમાં તેના તાલેગાંવ પ્લાન્ટને નિકાસ માટે ચલાવવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ગયા ડિસેમ્બરમાં ત્યાં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.ફોર્ડ કંપની એ સાણંદ માં આવેલો પોતાના પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધી કરી દેવાનું નક્કી કર્યું છે..
સાથે જ તેની જાણકારી તેમના કર્મચારીઓને કરી દેવામાં આવી છે.ફોર્ડ કંપની તામીલનાડુંમાં પણ આવેલા પ્લાન્ટમાંને બંધ કરી દેવાનો ર્નિણય કર્યો છે.સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે, સાણંદ પ્લાન્ટમાં એન્જીન બનાવવાનું શરૂ રહેશે.કંપનીએ પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ કરવાનો ર્નિણય એટલા માટે લીધો છે કારણ કે, છેલ્લા ૧૦ વર્ષમાં કંપનીએ ૨ અબજ ડોલરની ખોટ કરી છે. કંપનીએ તેના ચેન્નઈ અને સાણંદ પ્લાન્ટમાં આશરે ૨.૫ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કંપની આ પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત ઇકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર જેવા વાહનોનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે.
Recent Comments