૨૦૨૧માં ભારતમાં ઇકોસ્પોર્ટનું નવું મોડેલ ઇકોસ્પોર્ટ ફેસલિફ્ટ લોન્ચ થવાનું હતું, પરંતુ ફોર્ડ દ્વારા ભારતમાં પ્લાન્ટ બંધ કરવાના કારણે આ હવે આ લોન્ચ નહીં થાય. ફોર્ડ હવે ભારતમાં મસ્ટાંગ જેવા આયાતી મોડેલનું વેચાણ જ ચાલુ રાખશે.કંપનીની અપેક્ષા પ્રમાણે વેચાણ ન થતાં અને માંગમાં સતત ઘટાડાના કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. ભારતના બજારમાં વધુ વેચાણ પામેલી આ કાર ૨૦૧૩થી ઉપલબ્ધ છે અને અમેરિકામાં આ મોડેલને ૨૦૧૬માં લોન્ચ કરી ૨૦૧૮થી તેનું સામાન્ય બજારોમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અમેરિકન બજારમાં આ મોડેલને ધારી સફળતા મળી નથી.
અમેરિકન ઓટોમોબાઇક કંપની ફોર્ડ અમેરિકાના બજારોમાં ઇકોસ્પોર્ટ કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે. અમેરિકમાં ૨૦૧૬માં લોન્ચ બાદ આ મોડેલની માગમાં સતત ઘટાડાના કારણે ફોર્ડ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. જાે કે ૨૦૨૨ના મધ્ય ભાગ સુધી તેનું વેચાણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે આ મોડેલ અમેરિકામાં ભલે નિષ્ફળ રહ્યું હોય પરંતુ ભારતમાં આ કારનું વેચાણ મોટાપાયે થયું છે. ડેટ્રોઇ ફ્રી પ્રેસમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે ફોર્ડ અમેરિકામાં ઇકોસ્પોર્ટ કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે, જાે કે અમેરિકાના બજારોમાં હજુ એક વર્ષ સુધી આ મોડેલ મળતું રહેશે.
Recent Comments