ફ્રાંસ બાદ PM મોદી પહોંચ્યા ેંછઈ, ૯ વર્ષમાં ૫મી મુલાકાત, જાણો કેવો રહેશે કાર્યક્રમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ બાદ હવે એક દિવસીય ેંછઈ પ્રવાસ પર છે. રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહ્યાને આજે અબુ ધાબીના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી આ પ્રવાસમાં વૈશ્વિક મુદ્દાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરશે. છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની યુએઈની આ ૫મી મુલાકાત છે. ેંછઈમાં ઁસ્ મોદીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ શેખ જાયદ સાથે પણ મુલાકાત કરી હતી. ગયા વર્ષે બિન ઝાયેદે પોતે પ્રોટોકોલ તોડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તે જ સમયે, વર્ષ ૨૦૧૯ માં બિન સલમાને મોદીને મોટા ભાઈ તરીકે બોલાવ્યા હતા. પીએમ આ પ્રવાસમાં સંરક્ષણ, ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી પર વાત કરશે. આ પ્રવાસમાં બંને દેશો ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે ઐતિહાસિક વેપાર કરાર પર ડીલ બાદ ભારત અને ેંછઈ પણ ડીલની પ્રગતિની સમીક્ષા કરશે. બંને દેશોના નેતાઓ હંમેશા એકબીજાના નિયમિત સંપર્કમાં રહ્યા છે. કોરોના દરમિયાન પણ બંને દેશ એકબીજા સાથે જાેડાયેલા હતા. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ભારત અને ેંછઈ વચ્ચેના વેપારમાં ૧૯ ટકાનો ઉછાળો આવ્યો છે. બંને દેશોનો વેપાર લગભગ ૮૫ અબજ યુએસ ડોલર છે. ભારતમાં મુસ્લિમ દેશોનું રોકાણ કેટલું છે? તે જાણો.. ભારતમાં ેંછઈ – ઇં૩.૩૫ બિલિયન, સાઉદી અરેબિયા – ઇં૩.૧૫ બિલિયન, ઇજિપ્ત – ઇં૩૭ મિલિયન, ઈરાન – ઇં૧.૯૧ બિલિયન, તુર્કી – ઇં૧.૯૯ બિલિયન અને બાંગ્લાદેશ – ઇં૧૫ બિલિયન જેટલા રોકાણો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફ્રાન્સના બે દિવસીય પ્રવાસ પર ગયેલા પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. હવે ફ્રાન્સ-ભારત મળીને ફાઈટર પ્લેનના એન્જિન બનાવશે.
Recent Comments