ફ્રાન્સની લેખિતા એની અર્નોક્સે જીત્યો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો
આ વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. સાહિત્યમાં ફ્રાન્સની લેખિકા એની અર્નાક્સને વર્ષ ૨૦૨૨નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એની અરનાક્સનો જન્મ વર્ષ ૧૯૪૦માં થયો હતો અને તે નોરમેન્ડીના નાના શહેર યવેટોટમાં અભ્યાસ કરી મોટી થઈ હતી. એનીનું માનવું છે કે લેખન એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા માટે આપણી આંખો ખોલે છે. આ ઉદ્દેશ્ય માટે તે ભાષાનો ‘ચાકૂ’ના રૂપમાં ઉપયોગ કરે છે. એનીના માતા-પિતાની એક સંયુક્ત દુકાન અને કેફે હતું. તેની પારિવારિક સ્થિતિ ખરાબ હતી, પરંતુ તે મહત્વાકાંક્ષી હતી. તે માતા-પિતા સાથે તેણે પોતે શ્રમજીવી અસ્તિત્વમાંથી બુર્જિયો સુધીનું જીવન જીવ્યું.
આ જીવનની યાદો તે ક્યારેય ભૂલ્યા નહીં. પોતાના લેખનમાં અર્નાક્સે સમાજની આ વિસંગતિયોનો ઉલ્લેખ કર્યો. લેખક બનવાનો તેમનો માર્ગ લાંબો અને મુશ્કેલ હતો. પાછલા વર્ષે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર તાંન્ઝાનિયામાં જન્મેલા બ્રિટિશ લેખત અબ્દુલરાઝાક ગુરનાહને આપવામાં આવ્યો હતો. તેઓ ૧૯૮૬ના પુરસ્કાર વિજેતા વોલે સોયિંકા બાદ પુરસ્કાર જીતનાર બીજા અશ્વેત આફ્રિકી લેખત હતા અને ૧૯૯૩ના પુરસ્કાર વિજેતા ટોની મોરિસન બાદ ચોથા અશ્વેત લેખક હતા.
Recent Comments