ફ્રાન્સમાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે એક શખ્સને જીવન ભરનું દર્દ વેઠવા થવું પડ્યું મજબૂર
ડોક્ટર્સને ધરતીના ભગવાન કહેવાય છે, કારણ કે પોતાની મહેનત અને સમજણથી તેઓ લોકોની સારવાર કરી તેમને નવી જિંદગી આપે છે. પણ ઘણી વાર ડોક્ટર્સની નાની એવી ભૂલથી કોઈનો જીવ પણ જઈ શકે છે. એક શખ્સ સાથે આવું જ થયું છે. જ્યારે તેણે પોતાની જિંદગીનો ર્નિણય ડોક્ટર્સના હાથમાં છોડ્યો. પણ ત્યાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે શખ્સને જીવન ભરનું દર્દ વેઠવા મજબૂર થવું પડ્યું. ફ્રાન્સમાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે હાલત એવી થઈ ગઈ કે, એક શખ્સનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપવો પડ્યો છે. કેન્સર પીડિત શખ્સની સારવાર દરમિયાન ડોક્ટર્સે કહ્યું કે, જાે તેનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપ્યો નહીં તો, તેનો જીવ જઈ શકે છે. પણ બાદમાં કંઈક બીજૂ જ સત્ય સામે આવ્યું. પીડિત શખ્સ ત્રણ બાળકોનો પિતા છે.
૨૦૧૪માં તેને ગંભીર બિમારીની જાણ થઈ. માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં તેને ઝ્રટ્ઠષ્ઠિૈર્હદ્બટ્ઠ નામનું કેન્સર થયું. જેની જાણ થતાં તેની સારવાર નેનટેસ યૂનિવર્સિટી હોસ્પિટલમાં થઈ હતી. જ્યાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે કેન્સર એટલું ફેલાઈ ગયું કે, શખ્સના પ્રાઈવેટ પાર્ટ્સ સુધી પહોંચી ગયું. જેનું પરિણામ એ થયું કે, ડોક્ટર્સે એવું કહીને પ્રાઈવેટ પાર્ટ્સ કાપી નાખ્યો કે, જાે આવું નહીં કરીએ તો, શખ્સનો જીવ જતો રહેશે. જાે કે, હવે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટે હોસ્પિટલને પીડિત યુવકને ૫૪ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. શખ્સની સાથે મેડિકલ નેગ્લીજેંસના મામલામાં એડમિનિસ્ટ્રેટિવ કોર્ટ ઓફ નેનટેસમાં સુનાવણી થઈ હતી.
જ્યાં તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું કે, પીડિત દર્દીની સર્જરી દરમિયાન ડોક્ટરની થયેલી ભૂલથી કેન્સર પ્રાઈવેટ પાર્ટ સુધી ફેલાઈ ગયું હતું. જેને લઈને શખ્સને ખૂબ જ દુખાવો થયો. એક વાર હાલત એવી થઈ કે, તે ખુદ પ્રાઈવેટ પાર્ટ હટાવાની કોશિશ કરવા લાગ્યો. પણ ત્યારે તેની પત્નીએ સમજાવીને તેને રોકી લીધો હતો. તો વળી આ મામલામાં લિયોનના એક ડોક્ટરે દાવો કર્યો કે, વર્ષભરમાં આ શખ્સનું ટ્યૂમર એટલું વધી ગયું કે, તેનો પ્રાઈવેટ પાર્ટ હટાવા સિવાય અન્ય કોઈ રસ્તો નહોતો. પણ હવે ખબર પડી કે, ડોક્ટર્સને બિમારી સમજવામાં ભૂલ થઈ ગઈ. જેનું ગંભીર પરિણામ આ શખ્સને ભોગવવું પડ્યું હતું.
Recent Comments