fbpx
ગુજરાત

ફ્રેન્ડશીપ ક્લબમાં જાેડાઈને ૧ મિટિંગના હજારો કમાવાની લાલચ આપી રૂ.૭.૩૫ લાખ પડાવનાર ટોળકીના સભ્ય ની ધરપકડ કરતી સુરત પોલીસ

આધેડવય ના વ્યક્તિ ને ફ્રેન્ડશીપ ક્લબમાં જાેડાઈને એક મિટિંગના હજારો રૂપિયા કમાવાની લાલચ આપી રૂ.૭.૩૫ લાખ પડાવનાર ટોળકીમાં સામેલ યુવાનની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરતમાંથી જ ઓપરેટ થતા ભાઈ-બહેનના કોલ સેન્ટરમાંથી યુવતીએ ફોન કરી મેમ્બરશીપના રૂ.૨૪૦૦ ભરાવ્યા બાદ અન્ય યુવાને ફોન કરી મીટીંગનો ફોન એક-બે દિવસમાં આવશે કહી બીજા પૈસા ભરાવ્યા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના ડભોલી ખાતે ફરસાણની દુકાનમાં કામ કરતા કતારગામ આંબાતલાવડી પાછળ મોહનદીપ સોસાયટી ઘર નં.૨૫૨ માં પરિવાર સાથે રહેતા ૫૨ વર્ષીય દિલીપભાઈ ગોકળભાઈ ગોધાણીએ ફ્રેન્ડશીપ ક્લબમાં જાેડાઈને એક મિટિંગના રૂ.૧૦ હજાર કમાવાની લાલચમાં રૂ.૭.૩૫ લાખ ગુમાવ્યાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

સુરત ની કતારગામ પોલીસે આ ગુનામાં મૂળ બોટાદના ગઢડાના ગુંદાળા ગામના વતની અને સુરતમાં મોટાવરાછા સુદામાચોક લિબર્ટી નાઈન ફ્લેટ નં.કે/૫૦૧ માં રહેતા મુકેશભાઈ દેસાઈની પુત્રી અને ભાઈ-બહેનના કોલ સેન્ટરમાં ટેલીકોલર તરીકે નોકરી કરતી ડોલી ( ઉ.વ.૨૫ ) ની સાત મહિના અગાઉ ધરપકડ કર્યા બાદ ટેલીકોલર તરીકે નોકરી કરતા પ્રતિક પરસોત્તમભાઈ જાેધાણી ( ઉ.વ.૨૪, રહે.ઘર નં.૧/બી, સંસ્કાર એપાર્ટમેન્ટ, ધોડદોડ રોડ, સુરત, અને ૨૮, આનંદધારા રો હાઉસ-૩, રામ ચોકની પાસે, મોટા વરાછા, સુરત. મુળ રહે. સરખા, તા.ધારી, જી.અમરેલી ) ની ગતરોજ ધરપકડ કરી હતી.વધુ તપાસ પીઆઈ બી.ડી.ગોહિલ કરી રહ્યા છે. આધેડને એક યુવતીએ ફોન કરી મેમ્બરશીપના રૂ.૨૪૦૦ ભરાવ્યા બાદ અન્ય યુવાને ફોન કરી મીટીંગનો ફોન એક-બે દિવસમાં આવશે કહી બીજા પૈસા ભરાવ્યા હતા. આધેડ સાથે ઠગાઈ કરવા જે ફોન આવ્યો હતો તે સુરતમાંથી જ ઓપરેટ થતા ભાઈ-બહેનના કોલ સેન્ટરમાંથી કરાયો હતો અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કોલ સેન્ટરમાં છાપો મારી તેના સંચાલક ભાઈ-બહેનને ઝડપી લીધા હતા. કતારગામ પોલીસે આ ગુનામાં સની પંકજભાઈ પારેખ અને તેની બહેન નેહાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts