ફ્રેન્ડ ગ્રુપ દામનગર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર જનકભાઈ પી.તળાવીયા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી
દામનગર ફ્રેન્ડ ગ્રુપ દામનગર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર તરીકે ભાજપ અગ્રણીશ્રી જનકભાઈ પી.તળાવીયા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી.ફ્રેન્ડ ગ્રુપ દામનગર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિવિધ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં યુ.એસ.ફેશન ઇલેવન અને દમનગર મહાકાળી ઇલેવન વચ્ચે આજરોજ ક્રિકેટની ફાઇનલ મેચ રમવામાં આવી હતી, આ મેચમા મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઇ પી.તળાવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે પાલિકા પ્રમુખ પ્રીતેશભાઇ નારોલા સદસ્ય યાસીનભાઇ ચુડાસમા ખીમજીભાઇ કસોટીયા, પંકજભાઇ નારોલા, રઘુભાઇ સાંસલા, તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક મુનાભાઇ ભરવાડ, મુકેશભાઇ દહિંથરા,ઘુઘાભાઇ ભરવાડ અને ક્રિકેટ પ્રેમી યુવાન દોસ્તો આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ દર્શક મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ક્રિકેટની ફાઈનલ ટુર્નામેન્ટમાં યુ.એસ.ફેશન ઇલેવન ટીમે પોતાનાં ઘર આંગણે ફાઇનલ મેચ જીતી ને ટ્રોફી પોતાનાં નામે કરી હતી. જીલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઇ પી તળાવીયા દ્રારા રનર્સ-અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી અને વિજેતા થયેલી યુ.એસ.ફેશન ઇલેવન ટીમને ટ્રોફી આપવામાં આવી ત્યારબાદ ફ્રેન્ડ ગ્રુપ દામનગર ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજકો દ્વારા જનકભાઈ પી.તળાવીયા નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
Recent Comments