ફ્લાઇટ ટેક-ઓફથી ૩.૫ કલાક પહેલાં પહોંચવું પડશે એરપોર્ટ, જાણો..કયું છે કારણ?
દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની વધતી જતી ભીડના લીધે ફ્લાઇટ કંપનીઓએ નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. ઇંડિગો એરલાઇન બાદ હવે એર ઇન્ડીયાએ પણ મુસાફરોને ડોમેસ્ટીક ફ્લાઇટ માટે નિર્ધારિત સમયના ૩.૫ કલાક પહેલાં દિલ્હી એરપોર્ટ પર પહોંચવા માટે કહ્યું છે. ભારે ભીડ બાદ એવિએશન મિનિસ્ટ્રીના કડક વલણ બાદ એવિએશન કંપનીઓએ આ ફેરફાર કર્યા છે. તો બીજી તરફ વિસ્તારાએ મુસાફ્રોને ફ્લાઇટમાંથી ૩ કલાક પહેલાં આવવાની સલાહ આપી છે. તમને જણાવી દઇએ કે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડના લીધે એરપોર્ટ પર ભીડ ઓછી કરવા અને મુસાફરોની સુવિધાને જાેતાં મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (સ્ૈહૈર્જંિઅ ક ઝ્રૈદૃૈઙ્મ છદૃૈટ્ઠંર્ૈહ) એ મંગળવારે એરલાઇન્સ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં ચેક-ઇન અને બેગેજ ડ્રોપ કાઉન્ટરો પર કર્મચારીઓની તૈનાતીને લઇને ફ્લાઇટ પકડવાના ટાઇમિંગમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
ભીડભાડના લીધે મુસાફરોની અસુવિધાને લઇને ડીઆઇએએલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) થી સંસદની એક સમિતિએ ચર્ચા કરી હતી. ભીડભાડના લીધે મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર લાંબા પ્રતિક્ષા સમયનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંબંધમાં ૧૫ ડિસેમ્બરના રોજ પણ બેઠક થવાની છે. આ પહેલાં આજે મંગળવારે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડીગોએ મુસાફરોને ડોમેસ્ટિક ઉડાનો માટે નિર્ધારિત સમયથી ૩.૫ કલાક પહેલાં દિલ્હી એરપોર્ટ પર પહોંચવા માટે કહ્યું હતું. તાજેતરમાં અઠવાડિયમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્દીરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટ (આજીઆઇએ) માં વધતા હવાઇ ટ્રાફીકના લીધે લાંબી લાઇનો અને ભીડ જાેવા મળી રહી છે. અધિકારીઓએ સ્થિતિનો સામનો કરવા માટે વ્યસ્તતમ સમય દરમિયાન ઉડાનોની સંખ્યા ઓછી કરવા સહિત એક કાર્યયોજના બનાવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ સોમવારે અહીં એરપોર્ટ પર વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યું. ભીડભાડ વચ્ચે વિમાનન કંપની વિસ્તાર પોતાના મુસાફરોને ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય ઉડાનોથી ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવા માટે કહી રહી છે.
ઇન્ડીગો દ્વારા ટ્વીટ કરી સલાહ અનુસાર, દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ છે અને ચેક-ઇન અને બોર્ડિંગનો સમય સામાન્ય લાંબા રહેવાના અણસાર છે. તેમાં મુસાફરોથી ઘરેલૂ ઉડાનો માટે ઓછામાં ઓછા ૩.૫ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ઇન્ડીગોએ કહ્યું ”સરળ સુરક્ષા તપાસ માટે સાત કિલોગ્રામ વજનનું લેવલ એક હેન્ડ બેગેજ લઇ જવાનો અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત પાસે પોતાનો વેબ ચેક-ઇન કરવા માટે પણ કહ્યું છે.” એરપોર્ટના ટર્મિનલો પર મુસાફરોની ભારે ભીડનો હવાલો આપતાં સ્પાઇસજેટે મુસાફરોને સલાહ જાહેર કરી છે કે તે જલ્દી પહોંચ્યા અને ફક્ત સાત કિલોગ્રામ સુધીનો એકથી વધુ હેન્ડ બેગ ન લઇ જાવ. દિલ્હી એરપોર્ટના વિશે સ્પાઇસજેટે કહ્યું કે મુસાફરોની વધુ સંખ્યાના કારણે ચેક-ઇન અને બોર્ડિંગમાં સામાન્યથી વધુ સમય લાગવાની આશા છે. મુંબઇ એરપોર્ટના સંબંધમાં, સ્પાઇસજેટે ઘરેલૂ ઉડાનોના મુસાફરોને ‘ઉડાન પ્રસ્થાન સમયે ૨.૫ કલાક પહેલાં અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટે ૩.૫ કલાક પહેલાં” પહોંચવાની સલાહ આપી છે. મંગળવારે પણ ઘણી મુસાફરોને સોશિયલ મીડિયા પર દિલ્હી એરપોર્ટ પર અવ્યવસ્થા અને કલાકો રોકાવવાની ફરિયાદો કરી હતી.
Recent Comments