ફ્લાઈટમાં પેશાબ કાંડથી લઈને લડાઈ-ઝઘડા અને ડાંસના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે. આ જ ક્રમમાં જ હાલમાં ફ્લાઈટની અંદર યૌન શોષણનો એક કિસ્સો સામે આવ્યો છે. ડેલ્ટા એરલાઈન્સના વિમાનમાં બેસીને અલાસ્કા જઈ રહેલા શખ્સ પર ફ્લાઈટ અટેંડેંટના ગળા પર કિસ કરવા અને કેપ્શન ની ફુડ ટ્રે તોડવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂ યોર્ક પોસ્ટના સમાચાર અનુસાર, મિનેસોટાથી ૧૦ એપ્રિલની ફ્લાઈટમાં ૬૧ વર્ષના ફર્સ્ટ ક્લાસ પેસેન્જર ડેવિડ એલન બર્કે એક પુરુષ ફ્લાઈટ અટેંડેંટને ગળે લગાવીને કિસ કરી લીધી હતી. હકીકતમાં જાેઈએ તો, ફ્લાઈટમાં ટેકઓફ પહેલા ડેવિડને ડ્રિંક આપવાનું હતું. ડ્રિંક માગવા પર ટીસી નામના ફ્લાઈટ અટેંડેટે તેને રેડ વાઈન સર્વ કરવાનો ટાઈમ આઉટ થઈ ગયો છે. તેના પર ડેવિડે કહ્યું ઠીક છે, એટલા માટે હું તમને લોકોને પસંદ કરુ છું, મને મારુ પ્રી ડિપારચર ડ્રિંક કેમ ન મળી શકે? ત્યાર બાદ ટીસીએ ફ્લાઈટ ટેકઓફ કર્યા બાદ ડેવિડને ડ્રિંક સર્વ કર્યું. બાદમાં અટેંડેંટ ડેવિડની ટ્રે લેવા માટે પાછો આવ્યો, તો ડેવિડે તેને હાથ મિલાવ્યો અને તેની પાછળ પાછળ ચાલતો થયો. તેનાથી ટીસીએ કહ્યું- ઓહ તું કેટલો સુંદર છો, તેના પર એટેંડેંટે કહ્યું- થેંક યૂ. બાદમાં ડેવિડે કહ્યું કે, શું તમે કિસ કરી શકુ? ટીસીએ જવાબ આપ્યો કે, નહીં થેંક યૂ. ડેવિડે કહ્યું ઠીક છે, ફક્ત ગાલ પર. ત્યાર બાદ ડેવિડે ટીસીના ગાલને કચકચાવીને પકડીને બળજબરીપૂર્વક કિસ કરી લીધી. આ હરકતથી પરેશાન થઈને અટેંડેંટ ગુસ્સામાં આવીને કેબિનની પાછળ ળઈ ગયો, તો એક બીજા ક્રૂએ તેને જણાવ્યું કે, તેણે તો કેપ્ટનની મીલ ટ્રે પણ તોડી નાખી છે. આ સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યા બાદ પાયલટે એરપોર્ટનો સંપર્ક કર્યો અને આખી વાત સમજાવી. ત્યાં સુધીમાં તો ત્રણ ગ્લાસ વાઈન પી ચુકેલો ડેવિડ સુઈ ગયો હતો. તપાસ માટે પકડેલા ડેવિડને એફબીઆઈને કહ્યું કે, મને કંઈ યાદ નથી. મેં સુતા પહેલા બસ એક વાઈન પીધી હતી. હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે.
ફ્લાઈટમાં પેસેન્જરે મેલ અટેન્ડેન્ટને કિસ કરી લીધી

Recent Comments