ચીની નૌસેનાનું જહાજ તાજેતરમાં જ બંગાળની ખાડીમાં જાેવા મળ્યું હતું. આ યુદ્ધજહાજ બાંગ્લાદેશની નજીક આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં છે. જ્યાં ચીની નૌસેનાની હાજરીથી ભારતીય નૌસેના પણ એક્ટિવ છે. ભારતીય નૌસેનાની પૂર્વીય કમાન ચીની યુદ્ધજહાજની તમામ એક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે. આ યુદ્ધજહાજ ટાઈપ ૦૫૨ ડી ચાંગ્શા તરીકે ઓળખાય છે. ટાઈપ ૦૫૨ની પીપલ્સ લિબરેશન આર્મી નેવીમાં સામેલ થયેલી ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક છે. આ વિધ્વંસકનું ડિસ્પ્લેસમેંટ ૭૫૦૦ ટન છે. ૧૫૭ મીટર લાંબુ આ વિધ્વંસક ૧૩૦ મિલિલીટરની ગનની સાથે શોર્ટ રેન્જ ૨૪ની સપાટીએથી હવામાં ઠાર કરનાર મિસાઈલ, ૬૪ લોન્ગ રેન્જ સરફેસ ટૂ એયર, એન્ટી શિપ અને એન્ટી સબમરીન મિસાઈલથી સજ્જ છે. આ યુદ્ધજહાજ મંગળવારથી શરૂ થનારા ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યૂ ૨૦૨૨માં સામેલ થશે.
મંગળવારના રોજ કોક્સ બજારમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું ઉદઘાટન કરશે. ચીન ખૂબ જ ઝડપથી હિંદ મહાસાગરના ક્ષેત્રમાં પોતાની નૌસેનાની હાજરી વધારી રહ્યું છે. ચીની નૌસેનાના અનેક યુદ્ધજહાજ અને સબમરીનો સતત આ વિસ્તારમાં હલનચલન કરે છે. થોડાં દિવસ પહેલાં ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-૫ શ્રીલંકા પહોંચ્યું હતું. આ જહાજના રડાર છેક અંતરિક્ષ સુધી જાસૂસી કરી શકે છે. આ જહાજ શ્રીલંકા આવતા ભારતે તેનો વિરોધ કર્યો છે. શ્રીલંકાએ આ વિરોધને નકારી દીધો હતો. ચીની નૌસેના શ્રીલંકાના હંબનટોટોપ સૈન્ય બંદર બનાવવાની તૈયારી કરી રહી છે. બાંગ્લાદેશી નૌસેના બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દી અને બાંગ્લાદેશનની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિના અવસરે આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યુનું આયોજન કરી રહી છે. ઉદ્ઘાટન બાદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ બેડાનું નિરીક્ષણ કરશે.
બાંગ્લાદેશ પહેલી વાર આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લિટ રિવ્યૂમાં ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, જર્મની, ઈટલી, સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, તુર્કી અને નેધરલેન્ડ ઉપરાંત અન્ય દેશ સામેલ થશે. બાંગ્લાદેશી નૌસેનાની વેબસાઈટ અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યુમાં સમગ્ર વિશ્વની નૌસેનાના મંચ તરીકે કામ કરશે. જેમાં કૌશલ્ય, નૌસૈનિક કૂટનીતિ, સદભાવના અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સહયોગનું પ્રદર્શન કરવામાં આવશે. નૌસેના મુખ્યાલયને આશા છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લિટ રિવ્યૂ બાંગ્લાદેશ અને બાંગ્લાદેશી નૌસેના માટે બાંગ્લાદેશી જળમાં વિશ્વ નૌસેનાઓ સાથે એન્ગેજમેન્ટ વધારવા અને દેશના તટીય વિસ્તારોમાં પર્યટન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રોત્સાહન આપવાની મહત્ત્વપૂર્ણ તક હશે.


















Recent Comments