fbpx
રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, મુંબઈમાં રેડ એલર્ટ

સપ્ટેમ્બરમાં ફરી એક વાર વરસાદે જતાં જતાં ધબધબાટી બોલાવી દીધી છે. 3 4 દિવસ ભારે બફારા બાદ અનેક દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. જાણો આજે દેશમાં કેવો રહેશે માહોલ (26 September Weather Report)પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયકાંઠે લો પ્રેશર સર્જાયું છે. જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે અનેક રાજ્યોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે.મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે સહિત અનેક શહેરોમાં ગઈ રાતથી ભારે વરસાદ છે. મુંબઈમાં આજે તમામ સ્કૂલ કોલેજ બંધ રહેશે. મુંબઈ જનારી ઓછામાં ઓછી 14 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. વરસાદને કારણે સેન્ટ્ર્લ રેલવે અને વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. મુંબઈમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ અને ફરીદાબાદમાં હળવા વરસાદની સંભાવના છે. લો પ્રેશરની અસર યુપી અને બિહારમાં પણ જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ હળવોથી ભારે વરસાદ પડશે.

Follow Me:

Related Posts