fbpx
રાષ્ટ્રીય

બંગાળમાં ચૂંટણી વચ્ચે મોહન ભાગવતે મિથુન સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી છે. બંન્ને વચ્ચે આ મુલાકાત મુંબઈમાં થઈ છે. આરએસએસના વડા મોહન ભાગવત જાતે મંગળવારે સવારે મુંબઈમાં મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યા હતા. બંને વચ્ચેની આ બેઠક સવારે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મિથુન નાગપુર ગયો હતો અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેમણે મુંબઈમાં તેમના ઘરે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

હવે જ્યારે બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ એક ચહેરો શોધી રહી છે, આવી સ્થિતિમાં આરએસએસ પ્રમુખ સાથે મિથુનની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. હાલમાં આ રાજકીય અટકળો છે. નોંધનીય છે કે, બંગાળની ધરતીમાં જન્મેલા મિથુન દાની પ્રોફાઇલમાં ડિસ્કો ડાન્સરથી લઈને સામાજિક કાર્યકર અને રાજનેતા સુધીના અનુભવો સામેલ છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમને તૃણમૂલ કોંગ્રેસે જ રાજ્યસભામાં મોકલ્યા હતા, જેમના ઘણા વરિષ્ઠ નેતાઓ હવે ભાજપમાં જાેડાયા છે. જાે કે બે વર્ષ બાદ મિથુને રાજીનામુ આપી દીધુ હતું.

બંગાળમાં અત્યારે ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે અને ભાજપ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સ્થાનિક ચહેરાની શોધમાં છે, તો એવામાં મિથુન સાથે આરએસએસના વડાની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હમણાં સુધી બીસીસીઆઈ પ્રમુખ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી વિશે રાજકીય અટકળો ચાલી રહી હતી, પરંતુ જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારથી ગાંગુલીનું નામ રાજકારણ સાથે હવે નથી જાેડવામાં આવતું.

Follow Me:

Related Posts