પશ્વિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસાના સમાચાર આવી રહ્યા છે. કથિત રીતે સીએપીએફના જવાનોની ઓપન ફાયરિંગમાં કૂચબિહારમાં ૪ લોકોના મોત થયા છે.
ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ ત્યારબાદ સીએપીફના જવાનોએ ઓપન ફાયરિંગ કર્યું. આ ઘટનામાં મૃત્યું પામેલા તમામ લોકો ટીએમસીના કાર્યકર્તા છે.
આ પહેલાં બંગાળના કૂચબિહાર જિલ્લામાં એક મતદાન કેંદ્રની બહાર અજાણ્યા લોકોએ શનિવારે પહેલીવાર મતદાન કરવા આવેલા એક યુવકની ગોળી મારી હત્યા કરી છે. પોલીસે આ જાણકારી આપી છે.
તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો, આ હત્યાની પાછળ ભાજપ છે જ્યારે ભાજપનો દાવો છે કે પીડિત યુવક મતદાન કેંદ્ર પર પોલિંગ એજન્ટ હતો અને તેના માટે રાજ્યમાં સત્તારૂઢ પાર્ટીને જવાબદાર ગણાવી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું, આનંદ બર્મન નામના યુવકને સિતાલ્કુચીના પઠાનતુલી વિસ્તારમાં બૂથ નંબર ૮૫ ની બહાર ઢસેડી લાવવામાં આવ્યો અને ગોળી મારી હત્યા કરવામાં આવી. ઘટનાના સમયે મતદાન ચાલી રહ્યું હતું.
તેમણે જણાવ્યું, આ ઘટના બાદ તૃણમૂલ અને ભાજપ સમર્થકો વચ્ચે અથડામણ થઇ ગઇ અને મતદાન કેંદ્રની બહાર બોમ્બ ફેંકવાના કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. કેંદ્રીય બળોને સ્થિતિને કાબૂ કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.
એક ચૂંટણી અધિકારીએ કહ્યું, ‘અમને સૂચના મળી છે કે કૂચબિહાર જિલ્લામાં એક મતદાન કેંદ્રની બહાર એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી. અમે નિરિક્ષકને જલદી રિપોર્ટ આપવા માટે કહ્યું છે અને સ્થિતિ વિશે જાણકારી લીધી છે.
વિસ્તારમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ને તૈનાત કરવામાં આવી છે. સિતાલ્કુચી વિસ્તારમાં જ થોડા દિવસો પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો હતો.
તેમણે જણાવ્યું, હત્યાની પાછળ ભાજપના ગુંડા છે. તે ઘણા દિવસોથી આ અશાંતિ પેદા કરી રહ્યા છે કારણ કે ચૂંટણી હારી રહ્યા છે અને હવે તે લોકોની હત્યા કરી રહ્યા છે.
દિલીપ ઘોષે દાવો નકારી કાઢતાં સિતાલ્કુચીથી ભાજપના ઉમેદવાર બરેન ચંદ્ર બર્મનએ કહ્યું કે મૃતક વ્યક્તિ બૂથ પર પાર્ટીના પોલિંગ એજન્ટ હતા અને આ હત્યાની પાછળ તૃણમૂલ કાર્યકર્તાનો હાથ છે.
બર્મને કહ્યું, ‘તે અમારા પોલિંગ એજન્ટ હતા અને બૂથ પર જઇ રહ્યા હતા જ્યારે તૃણમૂલના ગુંડાઓએ તેની ગોળી મારી હત્યા કરી દીધી. રબીંદ્રનાથ ઘોષનો દાવો ખોટો છે. અમે ઘટના વિશે એસપી અને ચૂંટણી પંચને માહિતગાર કર્યા છે અને દોષીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે એ પણ દાવો કર્યો કે હત્યાના સમયે બૂથની આસપાસ પોલીસ તથા કેંદ્રીય બળના જવાન હાજર ન હતા.
Recent Comments