fbpx
રાષ્ટ્રીય

બંગાળ ચૂંટણીઃ તૃણમૂલ કોંગ્રેસે ૨૯૪ ઉમેદવારોની યાદી કરી જાહેર ૪૨ મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા મેદાને



પશ્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસે ૨૯૧ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં પોતાના કાલીઘાટ ખાતેના નિવાસસ્થાનેથી તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે તેમની પાર્ટીએ ૩ બઠકો પોતાની સહયોગી ગોરખા જનમુક્તિ મોર્ચા માટે છોડી છે. પશ્ચિમ બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકો માટે ૮ તબક્કામાં મતદાન થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે હું ભવાનીપુર સીટને સોભનદેવ ચટ્ટોપાધ્યાય માટે છોડી રહી છું. હું ફક્ત નંદીગ્રામથી ચૂંટણી લડીશ. મમતા બેનર્જીએ ઉમેદવારોની યાદી જાહેર કરતા કહ્યું કે રાજ્યની ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસ ૨૯૧ બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે ૩ બેઠક સહયોગી પાર્ટી ગોરખા જનમુક્તિ મોરચા માટે છોડી છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે ટીએમસીએ દાર્જિલિંગ, કલિમ્પોંગ અને કુરસેઓંગ સીટ ગોરખા જનમુક્તિ મોરચાને આપી છે.
મમતા બેનર્જીએ જણાવ્યું કે અમે ચૂંટણી સમિતિ સાથે બેઠક બાદ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પાર્ટીએ ૫૦ મહિલાઓને આ વખતે ટિકિટ આપી છે. આ ઉપરાંત ટીએમસીએ ૪૨ મુસ્લિમો, ૭૯ અનુસૂચિત જાતિ અને ૧૭ અનુસૂચિત જનજાતિના લોકોને ટિકિટ આપી છે.

ટીએમસીએ આ ફોમ્ર્યુલા પર નક્કી કર્યા નામ
૧. ૮૦ વર્ષથી ઉપરના કોઈ નેતાને ટિકિટ નથી અપાઈ.
૨. ગંભીર બીમારી કે લાંબી બીમારીવાળા કોઈ વ્યક્તિને ટિકિટ અપાઈ નથી.
૩. ૮૦ વર્ષથી વધુ ઉંમર અને બીમારીવાળા કેટલાક વર્તમાન વિધાયકોની ટિકિટ કપાઈ છે.
૪. લિસ્ટમાં લગભગ ૪૦ ટકા કે તેનાથી વધુ મહિલાઓને સામેલ કરાઈ છે.
૫. વિશેષ રીતે યુવા નેતાઓ અને વિદ્યાર્થી વિંગના નેતાઓને તક અપાઈ જે વધુ ઉર્જા સાથે કામ કરશે અને તેમની છબી ચોખ્ખી છે.
૬. આ વખતે સિતારાઓ/ કલાકારો/ ખેલાડીઓની વધુ ભાગીદારી કરાઈ છે.
૭. ભ્રષ્ટાચારના આરોપ કે ખરાબ છબીવાળા નેતાઓને આ વખતે ટિકિટ અપાઈ નથી.

પશ્ચિમ બંગાળમાં ૮ તબક્કામાં થશે ચૂંટણી

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકો માટે ૮ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં ૨૭ માર્ચ, એક એપ્રિલ, ૬ એપ્રિલ, ૧૦ એપ્રિલ, ૧૭ એપ્રિલ, ૨૨ એપ્રિલ, ૨૬ એપ્રિલ અને ૨૯ એપ્રિલે મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ ૨ મે ના રોજ આવશે. પહેલા અને બીજા તબક્કામાં ૩૦-૩૦ બેઠકો માટે, જ્યારે ત્રીજા તબક્કામાં ૩૧૨, ચોથા તબક્કામાં ૪૪ બેઠકો, પાંચમા તબક્કામાં ૪૫ બેઠકો, છઠ્ઠા તબક્કામાં ૪૩ બેઠકો, સાતમા તબક્કામાં ૩૬ અને આઠમા તબક્કામાં ૩૫ બેઠકો માટે મતદાન કરાવવામાં આવશે.

નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા બેનર્જી

બીજેપીની હિન્દુત્વ રાજનીતિના જવાબ આપવા માટે મમતા મહાશિવરાત્રિના દિવસે પોતાનું નામાંકન દાખલ કરી શકે છે. મમતા બેનર્જીના નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ નંદીગ્રામ નિશ્ચિત રીતે સૌથી વીઆઈપી સીટ બની ગઈ છે. અહીંથી નક્કી થશે કે, બંગાળની રાજનીતિ આગળ કઈ બાજું વળાંક લેશે. આ સીટ પર શુભેંદુ અધિકારી જ વર્તમાન ધારાસભ્ય છે. હવે એ જાેવું રસપ્રદ હશે કે મમતાની વિરુદ્ધ શુભેંદુ ખુદ ઉભા રહે છે કે પછી કોઈ બીજાને બીજેપી પોતાના ઉમેદવાર જાહેર કરે છે.

Follow Me:

Related Posts