fbpx
ગુજરાત

બંધ કરાયેલ રૂ. ૮૬ લાખની જૂની નોટો સાથે મહેસાણાના બે શખ્સો ઝડપાયા

એલસીબીએ ડમી ગ્રાહક ઉભો કરી મહેસાણામાં માનવ આશ્રમના સાંઈબાબા રોડ પરના પાટીદાર પ્લાઝા પાસેથી નોટબંધી દરમિયાન બંધ થઇ ગયેલી ૧ હજાર અને ૫૦૦ના દરની ૮૬ લાખની ચલણી નોટો સાથે ગુરુવારે બે શખ્શોને ઝડપ્યા હતા.શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં બન્ને સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં નોટબંધી દરમિયાન બંધ કરાયેલ રૂ ૧હજાર અને રૂ૫૦૦ના દરની ચલણી નોટો બદલાવા બે શખ્સો ફરી રહ્યાની મહેસાણા એલસીબી પીએસઆઇ એસ.બી.ઝાલા અને હે.કો.શૈલેષ મયજીભાઇને બાતમી મળી હતી.જે સંબંધે મહેસાણા એસપી ર્ડો પાર્થરાજસિંહની સુચનાથી ગુરુવારે એલસીબી સ્ટાફને સાથે રાખી ગ્રાહક ઉભો કરીને કિશોર છનાભાઇ ઓડ રહે.ખેરાલુ અને વિજયસિંહ શિવસિંહ રાઠોડને મોબાઇલ ફોન કરી જુની નોટો સાથે રમાનવ આશ્રમ નજીક સાંઇબાબા રોડ પાટીદાર પ્લાઝા નજીક બોલાવ્યો હતો.

અહી ઉપરોકત બન્ને શખ્શો પહોંચતાની સાથે જ પોલીસે જીજે.૦૨.એપી.૮૦૩૩ નંબરની અલ્ટોકાર સાથે ૮૬ લાખની નોટ ો સાથે ઝડપી પુછપરછ હાથધરી હતી.પોલીસે બન્ને આરોપીઓ સામે સીઆરપીસી કલમ ૪૧(૧),ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી પીએસઆઇ એસ.બી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts