fbpx
રાષ્ટ્રીય

બંન્ને દેશનું સૈન્ય તમામ સમજૂતીઓ-યુદ્ધવિરામનું પાલન કરવા સંમત સરહદે શાંતિ જાળવવા ભારત-પાક ડીજીએમઓ વચ્ચે હોટલાઇન મંત્રણા

પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીને બોર્ડર પરથી બંને દેશોની સેનાઓએ પાછળ હટવાનું શરૂ કરી દીધું છે ત્યાં પાકિસ્તાન પણ ઢીલુ પડી ગયું છે. પાકિસ્તાને સામે ચાલીને ભારતને શાંતિની અપીલ કરી છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે હોટલાઈન પર વાતચીત થઈ હતી. બંને દેશોની સેનાના ડીજીએમઓએ એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું હતું.

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હ્‌તું કે, બંને દેશોએ તમામ સંધિઓ, સમજુતિઓ અને સંઘર્ષ વિરામ સહિતના નિયમોનું પાલન કરવા પર સહમતિ સધાઈ છે. આ સહમતિ ૨૪-૧૫ ફેબ્રુઆરીની મધ્ય રાત્રીથી જ અમલી બની ગઈ હતી. બંને દેશો વચ્ચે એ વાતને લઈને પણ સહમતિ સધાઈ હતી કે, જાે કોઈ ગેરસમજ ઉભી થાય તો પહેલાથી જ રહેલી હોટલાઈન દ્વારા સંપર્ક કરવો અને બોર્ડર ફ્લેગ મિટિંગ્સની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

બંને દેશોના ડીજીએમઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, નિયંત્રણ રેખા અને બાકીના તમામ સેક્ટર પર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ વાતચીત એકદમ સકારાત્મક વાતાવરણમાં થઈ હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે, બંને દેશો એ મુદ્દા અને ચિતાઓ પર કાર્યવાહી કરશે જેના કારણે શાંતિ ભંગ થાય છે અને હિંસા થાય છે. આ વાતચીત સરહદો પર સતત શાંતિ જાળવવાની દિશામાં ભરવામાં આવેલુ એક પગલુ છે.

Follow Me:

Related Posts