લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તથા બક્ષીપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તા.૧૫-૦૮-૨૦૨૪ ના રોજ સ્વાતંત્ર્ય પર્વ બક્ષીપુર પ્રાથમિક શાળામાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવેલ હતી.’હર ઘર તિરંગા’ અભિયાનને કારણે સ્વતંત્રતા પર્વ અને દેશભક્તિનો માહોલ બેવડાયો છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પૂર્વ પ્રમુખ લાયન એમ. એમ. પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું હતું અને પ્રાસંગિક ઉદબોધન કરી સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતા.
સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન જીતુભાઈ પાથર, લાયન ભગવાનભાઈ કાબરીયા, એસ.એમ. સી. ના અધ્યક્ષ સંગીતાબેન ઇટોલીયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલા હતા. આભારવિધિ બક્ષીપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકભાઈ અમરેલીયાએ કરેલ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી વૈશાલીબેન ઠાકર દ્વારા કરવામાં આવેલ હતું.સ્વતંત્રતા પર્વને સફળ બનાવવા બક્ષીપુર પ્રાથમિક શાળાના શિક્ષકા બહેનોમાં હિરલબેન હિંગુ, રેખાબેન એચ.ગોસાઈ, દક્ષાબેન આર. ઠુંમર, વૈશાલીબેન કે. ઠાકર, સંગીતાબેન વગેરેએ જહેમત ઉઠાવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન મનોજભાઈ કાનાણી જણાવે છે.



















Recent Comments