બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુંબગદાણાના રાષ્ટ્રપ્રેમી સંત પૂ. બજરંગદાસ બાપાના ધામ ગુરુઆશ્રમ ખાતે 77માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.બગદાણાના ગુરુ આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ , સ્વયંસેવકો, આશ્રમના કર્મચારીઓ, ગામજનો, દર્શનાર્થી-યાત્રાળુએ ત્રિરંગા ને સલામી આપી ધ્વજ વંદન કર્યું હતું.દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટના દિવસે યોજાયેલા ધ્વજ વંદન કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સૌ સામેલ થયા હતા અને ઉલ્લહાસ પૂર્ણ વાતાવરણ વચ્ચે વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
બગદાણાના ગુરુ આશ્રમ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

Recent Comments