fbpx
ભાવનગર

બગદાણા, અખંડ રામધૂન

સંત પૂ.બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ભક્તિ આરાધના ના પવિત્ર શ્રાવણ માસમાં અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકાથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે સતત એક મહિના માટે દિવસ રાહત એમ 24 કલાક સંગીતમય અખંડ રામધૂનના પાઠ થઈ રહ્યા છે.આ માટે બગદાણા સહિતના ગામોના 12 મંડળો દ્વારા દર બે કલાક મુજબ મંડળો ભક્તિ ભાવપૂર્વક ભાગ લઇ રહ્યા છે….જેમાં બે મંડળો બહેનોના પણ છે. સૌ તબલા,મંજીરા,કરતાલ અને તાળીઓના તાલે રામ નામની ધૂન સૌ જોડાયા છે. ગુરુ આશ્રમ પરિસરમાં આવેલા નૂતન બાપા સીતારામ સત્સંગ હોલમાં દિવ્ય વાતાવરણમાં અખંડ રામધૂન નો નાદ ગુંજી રહ્યો છે. શ્રાવણ માસ પૂર્ણ થતા ભાદરવી અમાસના રોજ આ અખંડ રામધૂન સત્સંગ વિરામ પામશે.

Follow Me:

Related Posts