fbpx
ભાવનગર

બગદાણા ખાતે ગુરપૂર્ણિમાની ઓનલાઇન ઉજવણી કરવામાં આવશે

ગોહિલવાડ ના પ્રખ્યાત તીર્થ સ્થળ અને બજરંગદાસ બાપા ના ધામ  બગદાણા ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ની તારીખ 24/ 7/ 2021 ને શનિવારના રોજ ઓનલાઇન ઉજવણી કરવામાં આવશે.

ગુરૂઆશ્રમ ખાતે સવારના સવારના 7. 30થી 9. 30 સુધી પૂજા વિધિ અને ધજા પૂજન, ધ્વજારોહણ અને પરંપરાગત ગુરૂ પૂજન ના કાર્યક્રમો થશે. ત્યાર બાદ 9:30 થી આરતી ,થાળ વગેરે થશે. જેનો ઓનલાઇન દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવયો છે.કોરોના મહામારી ના વર્તમાન દિવસો ને લીધે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ગુરુપૂર્ણિમા મહોત્સવ ના દર્શન તેમજ પૂજનનો લ્હાવો લક્ષ ચેનલ, youtube ચેનલ, facebook ના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા સૌ ભાવિક ભક્તજનોએ ઘર બેઠા દર્શન પૂજન નો લાભ લેવા જણાવાયું છે.

Follow Me:

Related Posts