ભાવનગર

બગદાણા ખાતે વિવિધ વિભાગોની સંકલન બેઠક યોજાઈ વૃક્ષારોપણ થયું

ગુરુ પૂર્ણિમા મહોત્સવના અનુસંધાને ગુરુ આશ્રમ બગદાણા ખાતે સરકારી વિભાગોના અધિકારીઓની બેઠક મળી હતી. શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવને અનુસંધાને સરકારી વિભાગની એક મીટીંગ યોજવામાં આવેલ જેમાં અધ્યક્ષ સ્થાને ડે.કલેકટર(SDM) મહુવા ઈશિતા મેર તેમજ ASP અંશુલ જૈન , મહુવા મામલતદાર  અને વિવિધ વિભાગોના વડા તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગુરુ આશ્રમના સ્વયંમસેવકો, કર્મચારીઓ,કાર્યકરો વગેરે પણ હાજર રહ્યા હતા. ગુરુપૂર્ણિમા મહોત્સવની મીટીંગ પૂર્ણ કર્યા બાદ આશ્રમના રામવાડી પાર્કિંગમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts