ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે બગદાણા ધામમાં મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાળુઓની ઉપસ્થિતિ રહેતી હોય છે. ત્યારે ચારેય દિશાઓ માંથી લોકો ગુરુ મહારાજના ચરણોમાં શિષ નમાવવા પહોંચતા હોય છે. ગુરુપૂર્ણિમાના દિવસે યાત્રાળુ વાહન ચાલકોને તકલીફના પડે તે માટે ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા લેખિત અને ટેલિફોનીક રજૂઆતો કરવામાં આવી છે.તળાજા- પાલીતાણા તરફથી વાયા ઠાડચ, ઠળિયા, રાળગોન તરફનો માર્ગ તેમજ ઓથા, રોહિસા, મહુવા તરફનો માર્ગ તૂટેલો અને અકસ્માત નોતરે તેવો હોય વહેલીતકે મરામત માંગે છે. ત્યારે વિના વિલંબે આ માર્ગોની મરામત હાથ ધરવામાં આવે તેવું માગણી કરવામાં આવી છે.
બગદાણા તરફના માર્ગોના રીપેરીંગ કામ માટે ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા રજૂઆત


















Recent Comments