આજકાલ ફેશનનો ટાઈમ ચાલી રહ્યો છે અને ફેશનના કારણે જ ઘણા લોકો પોતાના સૌથી વધુ પૈસા ખર્ચ કરે છે. ફેશનની ઘણી એવી વસ્તુઓ છે જે તમારા માટે ઘણી નુકશાનકારક હોઈ શકે છે. આજની જનરેશનના લોકોની ફેશન ત્યાં સુધી પૂરી નથી થતી જ્યાં સુધી તે પોતાના આખા શરીરમાં ડિયોડ્રેન્ટ ના છાંટી લે.
એમાં પણ મહિલાઓની આદત હોય છે કે બહાર જાય ત્યારે બગલમાં પરસેવો ન વળે અને વાસ ન આવે એટલા માટે ડિઓડરન્ટ લગાવે છે. પણ શું તમે જાણો છો કે આ ડીઓડરન્ટ લગાવવીથી તમે કેન્સર જેવી બિમારીને નોતરી રહ્યાં છો…
ડિઓડરન્ટ લગાવવાથી સ્તન કેન્સર થઈ શકે છે અને સ્તન કેન્સર સ્ત્રીઓની સાથે સાથે પુરુષોમાં પણ થાય છે. બ્રેસ્ટની નજીક અંડર આર્મમાં તેના રોજિંદા ઉપયોગથી ઘણું નુકસાન થઈ શકે છે. જેથી દરરોજ ડીઓડરન્ટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ…
એક રિસર્ચ અનુસાર એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે એન્ટીપર્સપીરન્ટ્સનો ઉપયોગ કરવાથી સ્તન કેન્સર થાય છે અથવા તેના દર્દીઓને વધુ સમસ્યાઓ થાય છે. જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે એન્ટિપર્સપિરન્ટ્સમાંથી એલ્યુમિનિયમ ક્ષાર ત્વચા દ્વારા શોષાય છે અને સ્તનના પેશીઓમાં એકઠા થઈ શકે છે, જે સ્તન માટે ખૂબ જ નુકસાનકારક છે.
ડિયોમાં ઘણા એવા ખતરનાક કેમિકલ મળેલા હોય છે જે તમારા માટે ખતરનાક હોય છે. જો તમને પણ મોંઘા ડિયો લગાવવાનો શોખ હોય તો સાવધાન થઈ જાઓ, કેમકે તેમાં ઉપયોગમાં લેનાર એલ્યુમિનીયમ તમારા માટે જીવલેણ હોઈ શકે છે. તેનાથી તમારે બચવાનું છે અને સ્વસ્થ રહેવાનું છે.



















Recent Comments