બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે ખેડૂત ધીરૂભાઈ શામજીભાઈ રાદડીયા (ઉ.વ.7પ) પોતાના ખેતરમાં ટ્રેકટરથી ખેતી કામ કરી રહયા હતા. ત્યારેટ્રેકટરને પાછળ આવતી વખતે અચાનક તેમનો ટ્રેકટર કૂવામાં ખાબકી ગયું હતું. કુલ એકસો દસ ફૂટ ઉંડા કૂવામાં 60 થી 70 ફૂટ જેટલું પાણી ભરેલું હોય ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિક પોલીસ તથા ધારાસભ્ય સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તરવૈયાઓ દ્વારા મોડી સાંજ સુધી ખેડૂતને બહાર લાવવા માટેના પ્રયત્નો ચાલી રહયા હતા. મોટા મુંજીયાસર ગામના અગ્રણી રમેશભાઈ સતાસીયા દ્વારા સતત જહેમત ઉઠાવી રહયા હતા.
બગસરાનાં મોટા મુંજીયાસરનાં વૃદ્ધ ખેડૂત અકસ્માતે કૂવામાં પડી જતા અરેરાટી

Recent Comments