બગસરાનાં સમઢિયાળા ગામે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહાભંડારો યોજાયો
બગસરા તાલુકાના સમઢીયાળા ગામે પરમ પૂજય 1008 મહામંડલેશ્વર ત્યાગીજી મહારાજ શ્રી રામ ચરણ દાસ બ્રહ્મલીન થતાં સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સંતવાણી અને મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના ભક્તતો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બગસરા તાલુકાના સમઢીયાળા ગામ ત્યાગીજી મહારાજ શ્રી રામ ચરણ દાસ ને લીધે પણ પોતાની અલગ છાપ ધરાવે છે. લુંઘીયા ગામે જન્મેલા અને નાનપણથી જ પ્રભુભક્તિતમાં લીન થવાની ઈચ્છાથી એક બાળક દરરોજ લુંઘીયા ગામે આવેલા આશ્રમમાં સંતોનાસંપર્કમાં આવ્યા રામનામની લગની થતાં બાળપણમાં જ સન્યાસ ધારણ કરી શ્રી રામ ચરણ દાસ ત્યાગી તરીકે 1970માં સમઢીયાળા ગામે આવ્યા.
સમઢીયાળામાં રૂપાવટી નદીને કાંઠે ગામથી દૂર એક અવાવરું જગ્યામાં તપસ્યા શરૂ કરી. જયાં ગ્રામજનોના સહયોગથી એક ગુફાનું નિર્માણ કર્યું. આ ગુફાને શ્રી રામનિવાસ ગુફા નામકરણ કરી તેમાં હનુમાનજી તથા શ્રીરામનું સ્થાપન કરવામાં આવ્યું. ગુફાનું નિર્માણ પૂર્ણ થયા બાદ 18 માસનો કાસ્ટ મૌન ધારણ કરી લોકોના સંપર્કમાં આ વિના ફલાહારથી અઢાર માસની તપસ્યાને ત્રણ માસ વધારી ર1 માસ કરી, આ સાધનાથી સમગ્ર પંથકમાં રામનામનો નારો ગૂંજતો થયો. તપસ્યા પૂર્ણ થયા બાદ ત્યાગીજી મહારાજ શ્રી રામ ચરણ દાસ દ્વારા મહાવિષ્ણુ યાગ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં તે સમયે એકાદ લાખ લોકો સંતો મહંતો આશ્રમમાં પધાર્યા હતા અને ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યાગી મહારાજની ભક્તિતની ચર્ચા સમઢીયાળાના સીમાડા વટાવી ચૂકી હતી આ દરમિયાન તેમને કાશી જવાનું થયું જયાં મણિકર્ણિકા ઘાટ નજીક એક આશ્રમમાં તેઓ રહેવા લાગ્યા. આ સમયમાં સમઢીયાળાની રામનિવાસ ગુફામાં ભજન અને ભક્તિત ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હતી જેમાં કસવાળા પરિવારમાં જન્મ ધારણ કરેલ એક બાળાને પણ નાનપણથી વૈરાગી આવતા શ્રીરામપ્રિયદાસ નામથી સંન્યાસ ધારણ કર્યો અને સમઢીયાળાની શ્રી રામનિવાસ ગુફામાં તપસ્યા શરૂ કરી.
કાશીમાં શ્રી રામ ચરણ દાસ ત્યાગીજી મહારાજ દ્વારા આસનો સિદ્ધ કરી સમગ્ર કાશ્મીરમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું. કાશીમાં પણ તેમની નામના થતા સંતોના વારસામાં તેમને શ્રી રામ જાનકીનિવાસ નામે આશ્રમ પ્રાપ્ત થયો. આ સમયમાં ગુજરાતી સંત પાસે કોઈ આશ્રમ હોય એવી આ પ્રથમ જગ્યા હોવાથી સમગ્ર કાશ્મીરમાં તેઓ ગુજરાતી બાબા તરીકે પણ પ્રચલિત થયા હતા. કાશી જતા અનેક ગુજરાતી ભક્તતોને કાશીમાં રહેવા માટેની વ્યવસ્થા ત્યાગીજી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
પોતાના સમગ્ર જીવન દરમિયાન શ્રીરામના જપનો પ્રચાર તેઓ કરતા રહ્યા. કાશી ખાતેના આશ્રમમાં આજ દિન સુધી શ્રી રામની અખંડ ધૂન શરૂ રાખવામાં આવેલી છે. થોડા દિવસો પહેલા તેઓ બ્રહ્મલીન થતાં તેમની યાદ માં સમઢીયાળાના સમસ્ત ગ્રામજનો તથા ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા લાભપાંચમના દિવસે ભવ્ય ભંડારાનું આયોજન તથા સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરી શ્રી રામ ચરણદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ત્યાગીજી શ્રીરામ પ્રિયદાસ, જગ્યાના ટ્રસ્ટીઓ, તથા સમસ્ત સમઢીયાળાના ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
Recent Comments