અમરેલી

બગસરાના ડેરી પીપરીયા નજીક આધેડ ઉપર મધમાખીનો હુમલો

બગસરાનાં ડેરી પીપરીયા ગામ પાસે ભંડારીયાનાં વતની આધેડ ડેરી પીપરીયા પાસે જતાં હતા ત્‍યારે અચાનક ઝેરી મધમાખીનું ઝૂંડ અસંખ્‍ય માખીઓ આ આધેડ પર હુમલો કરતા આધેડ જખમી થઈ અને પડી જતાં આસપાસનાં લોકો દોડી ગયા હતા અને ત્‍યારબાદ 108ની મદદથી બગસરા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

મળતી માહિતી મુજબ બગસરા તાલુકાનાં ડેરી પીપરીયા પાસે ભંડારીયાનાં વતની આધેડ ભોજા આતા (ઉ.વ. 80) ડેરી પીપરીયા પાસે જતા હતા ત્‍યારે અચાનકમધમાખીનું ઝૂંડ આ આધેડ પર હુમલો કરતા આધેડ અચાનક પડી જતાં આસપાસના લોકો દોડી ગયા હતા. ત્‍યારબાદ 108ની મદદથી સિવિલ હોસ્‍પિટલ બગસરા ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

Related Posts