બગસરા તાલુકાના બાલાપુર ગામના આંગણે બાલાપુર ગામના નવનિયુક્તત સરપંચ શારદાબેન કરશનભાઇ નસીત તેમજ બગસરા તાલુકાના ગ્રામ સ્વરાજના પ્રહરી (સરપંચ) અને સભ્યોનો સન્માન સમારોહ તેમજ રામજી મંદિરના નવનિર્માણ બાબતે જાહેર ગામ સભા તથા આયોજિત લોકડાયરામાં સરપંચોનું સન્માન જે.વી. કાકડીયાના વરદહસ્તે રાખવામાં આવ્યું હતું. આ તકે સંતો, મહંતો અને જિલ્લા પંચાયત સભ્ય ધીરૂભાઈ લક્કી, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસીયા, મહામંત્રીઓ, તાલુકા પંચાયત સભ્યો, પદાધિકારીઓ, નવનિયુક્તત સરપંચો, કાર્યકરો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બગસરાના બાલાપુર ગામે નવનિયુકત સરપંચનો સન્માન સમારોહ યોજાયો

Recent Comments