fbpx
અમરેલી

બગસરાના હુલારિયા ગામના ખેતરોમાં વન્યપ્રાણીઓના આંટાફેરા,ખેડૂતોમાં ભયનો મહોલ રાત્રી ના સમયે ખેડૂતો ને વિજળી આપતા હોવાથી ખેડૂતોને ખેતરોમાં જવુ મુશ્કેલ

અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હુલરીયા ગામ નજીક ખેડૂતોના કહેવા પ્રમાણે સિંહોના આંટાફેરાને લઈને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે થોડા દિવસો બાદ સિંહો ફરી હુલરિયા ગામના ખેતર વિસ્તારમાં ધામાં નાખ્યા છે.અહીંના ખેડૂતોનું માનીએ તો એકથી વધુ સિંહએ રાત્રીના સમયથી જ ખેડૂતના ખેતરમાં ધામાં નાખ્યા છે જેને પગલે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે રાત્રીના સમયે ખેડૂતોને વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતોને રાત્રીના સમયે પણ ખેતરમાં જવું પડે છે અને ખેતરોમાં જઈને કામ કરવું પડી રહ્યું છે તેવામાં ખેડૂતોને ભયની વચ્ચે કામ કરવું પડે છે અને હાલાકી ભોગવી રહ્યા છે તેવામાં ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.    

મોડી રાત્રીના સમયે બગસરા તાલુકાના હાલરિયા ગામના સિમ વિસ્તારમાં સિંહો ત્રાટક્યા હતા સિંહોએ સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અચાનક જ વાડમાંથી સિંહો ખેતર વિસ્તારમાં ત્રાટક્યા હતા અને જેને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો રાત્રીના સમયે ખેડૂતોને વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતોને ભયના માહોલ વચ્ચે કામ કરવું પડી રહ્યું છે આ ઉપરાંત આજે સિંહો ત્રાટકતા ખેડૂતો  ખેતરો છોડીને ગામ તરફ આવી ગયા હતા અને પોતાનો જીવ બચાવવા ખેડૂતો ખેતી કામ પણ કરી શકતા નથી.    

હાલ ખેડૂતોના ખેતરોમાં ખેતી કામ ચાલી રહ્યું છે આવા સમયે સિંહો ખેતરમાં આવી ચડવાની ઘટનાઓ વધી રહી છે તેવા સમયે ખેડૂતોના ખેતર વિસ્તારમાં સિંહો આવી ચડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ચુક્યા છે અહીંના એક ખેડૂત પ્રવીણભાઈનું માનીએ તો રાત્રીના સમયે સિંહો ખેતર તરફ આવી ચડ્યા હતા કોઈએ સિંહોને ચિડાવેલા હોવાને કારણે સિંહોમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈને સિંહોએ ખેતર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને ખેડૂત પોતાના ખેતરોમાં બાંધેલા બળદ સહિતના ઢોર ઢાખરોને લઈને પોતાના રહેણાંક વિસ્તાર તરફ પહોંચી ગયા હતા તેવામાં ખેડૂતોને રાત્રીના સમયે વીજળી આપવામાં આવી રહી છે અને જેને લઈને ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ આવી ઘટનાઓના બનવો સામે આવતા ખેડૂતોને હાલાકી પડી રહી છે હાલ ખેડૂતો સિંહોના ત્રાસને કારણે ખેતરમાં પણ જઈ શકે તેવી સ્થિતિ નથી અને ખેતરોમાં કામ કરતા ખેત મજૂરો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર છે તેવામાં ખેડૂતોને જંગલી પ્રાણીઓના ત્રાસથી મુક્ત કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.    

આ ઉપરાંત આ વિસ્તારમાં ખેડૂતોના ઘણા સમયથી વન્યપ્રાણી સિંહ તેમજ દીપડાનો ત્રાસ છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ખેડૂતોને દિવસે વીજળીના બદલે રાત્રીના સમયે વીજળી આપવામાં આવે છે જેને લઈને ખેડૂતોને આખી રાતનો ઉજાગરો રહે છે તેમજ ખેતરોમાં પાક ઉભો છે અને જંગલી જનાવરનો ત્રાસ હોવાથી ગમે ત્યારે ક્યાંય પણથી આવીને લોકો પર હુમલાઓ કરી શકે છે તેવામાં પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ ખેડૂતો કરી રહ્યા છે..    

આ પહેલા પણ બગસરા વિસ્તારમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો અને જેને લઈને ખેડૂતોને હાલાકીનો સામો કરવો પડ્યો હતો અને અનેક લોકો પર હુમલોના બનાવો પણ બની ચુક્યા છે તેવામાં આવા બનાવો બને તે પહેલા પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.   ગામના સરપંચ નું માનીએ તો 8 દિવસ દિવસે અને 8 દિવસ રાત્રે વીજળી આપવામાં આવતી હોય છે તેવામાં રાત્રીના સમયે અપાતી વીજળીને લઈને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે તેવામાં ખેડૂતોને દિવસે વીજળી આપે તો ખેડૂતોને ફાયદો થાય અને હાલકીથી બચી શકે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts