અમરેલી

બગસરાનો મુંજિયાસર ડેમ ઓવરફલો થતા સાતલડી નદીમાં પુર

બગસરા પંથકમાં છેલ્લા 1ર કલાકમાં ધીમી ધારે દોઢ ઈંચ વરસાદ પડયો. મુંજિયાસર ડેમ ઓવરફલો થતા સાતલડી નદીમાં પુર આવ્‍યા.

બગસરામાં સતત વરસાદી માહોલ જોવા મળ્‍યો છે ત્‍યારે સવારના છ વાગ્‍યાથી સાંજના છ વાગ્‍યા સુધીમાં સતત 1ર કલાક ધીમીધારે બગસરામાં પડયો છે ત્‍યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો છે તેમજ મુંજિયાસર ડેમ 6 સેમી જેટલો ઓર ફલો થતા નદીમાં પુર આવ્‍યા છે અને નદી પુરા ના બેઠા પુલ તેમજ ઝાંઝરીયા વાળો રસ્‍તો પાણી આવી જતા બંધ થયેલ છે જે તસવીરમાં નજરે પડે છે.

Related Posts