રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમોની શ્રૃંખલાઓના લોકાર્પણ અને ખાતમહૂર્ત હેતુથી કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન આવતીકાલે તા.૧૬ ઓગષ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ મંત્રીશ્રી અમરેલી જિલ્લાના પ્રવાસે આવશે. મંત્રીશ્રી અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ મુકામે યોજાનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે.
મંગળવારે બગસરાના જેઠીયાવદર-જામકા-શીલાણા-હાલરીયા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, જાળીયા-કેરાળા-ખીજડીયા- હડાળા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, રાજુલાના કામોનું ઈ-ખાત મુહૂર્ત જેમાં રોહિસા-ભાડા-ટીમ્બી રોડ ૧૭ કિ.મી. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રોડ ૧૨ કિ.મી.નું રિ-સરફેસીંગના કામોનો સમાવેશ થાય છે. ત્યારબાદ કુંકાવાવ ખાતે નવીન બસ સ્ટેશનનું ખાત મુહૂર્ત પણ મંત્રીશ્રીના વરદ હસ્તે થશે.
Recent Comments