અમરેલી

બગસરા અને ધજડી ખાતે બાળ સંસદ કાર્યક્રમ યોજાયા

મતદાન માટે જાગૃત્તિ આવે તે હેતુસર મતદાતા જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવે છે. ધારી-બગસરા વિધાનસભા વિસ્તારમાં આવેલ બગસરા સ્થિત શાળા નં. ૪ ખાતે બાળ સંસદ ચૂંટણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધજડી પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રી તથા સાવરકુંડલા નાયબ મામલતદારશ્રી દ્વારા બાળકોને ચૂંટણી પ્રક્રિયા અને તે અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવ્યા હતા. બાળકો દ્વારા સમગ્ર ચૂંટણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લીલીયા-સાવરકુંડલા વિસ્તારમાં આવતા સાવરકુંડલા તાલુકાના વંડા ગામે હાઇસ્કુલ ખાતે યુવા મતદાર મહોત્સવ અંતર્ગત જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩ ૯૫-અમરેલીના વાંકીયા ગામે ચિત્ર સ્પર્ધાના માધ્યમથી મતદાર જાગૃત્તિ SVEEP કામગીરી કરવામાં આવી હતી. યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩ અન્વયે ૯૫-અમરેલીના બીએલઓશ્રી દ્વારા કેટેગરી-A અંતર્ગત સ્લોગન-સૂત્ર તૈયાર કરવામાં આવ્યા હતા. 

Follow Me:

Related Posts