પાલીતાણા થી જુનાગઢ જતો છરી પાલીત સંઘ બગસરામાં વિશ્રામ લીધો જેમાં બારસો થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા તથા 1રપ સાધુ-સાઘ્વી પદયાત્રામાં જોડાયા હતા. પાલીતાણા થી જુનાગઢ જતો છરી પાલીતસંઘ બગસરા પાસે વિશ્રામ દીધો હતો. જેમાં1ર00 થી વધુ પદયાત્રીઓ સંઘમાં તથા 1રપ જેટલા સાધુ-સાઘ્વી જોડાયા હતા. આ સંઘ 16 કિલોમીટર ચાલીને પદયાત્રા કરી અને પડાવ નાખી અને વિશ્રામ લેવામાં આવતો હતો. જેમાં બગસરા અમરેલી બાયપાસ પાસે આસંગ દ્વારા પડાવ નાખી અને વિશ્રામ લેવામાં આવ્યો હતો. જેમાં હાથી-ઘોડા ઊંટ ગાડી વિગેરે આ સંઘમાં હતા. સંઘવી માણેકચંદ વરર્દીચંદ લાલવાણી પરિવાર દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવનકારી પૂજય આચાર્ય જૈન મણી પ્રભુ સુરીશ્વરજીના મહારાજ આશીર્વાદથી આસંગ પાલીતાણા થી જુનાગઢ ગિરનાર સુધી પદયાત્રા લઈને નીકળ્યો છે અને 31 ડિસેમ્બર સુધી જુનાગઢ ગિરનાર પહોંચી જશે. વચ્ચે આવતા તમામ ગામોમાં દાન પુણ્યકરી અને નિશાળમાં વિદ્યાર્થીઓને બુક તથા પેન આપી ધન્યતા અનુભવશે. તેમ મહારાજશ્રીએ જણાવ્યું હતું.
બગસરા ખાતે પાલીતાણાથી જૂનાગઢ જતા છરી પાલીત સંઘનું આગમન

Recent Comments