અમરેલી

બગસરા ખાતે પ્રાકૃતિક શિબિર યોજાઈ

બગસરા તાલુકાના દતક લીધેલા પાંચ ગામો માં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખાસ શિબિરનું આયોજન થયું જેમાં ધારાસભ્ય ધારી બગસરાના ધર્મપત્ની કોકિલાબેન કાકડીયા, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ના માનનીય કુલપતિ શ્રી ડો. સી. કે. ટીંબડિયા, પ્રફુલભાઈ સેંજલિયા, દિક્ષિતભાઈ પટેલ અને કૌશિકભાઈ કાનાણી (સી. ઇ. ઓ., કાઉ બેરી) તથા પાંચ ગામોના સરપંચશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે ગૌ પૂજન પણ કરવામાં આવેલ. વધુમાં મોટા મુંજીયાસર ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા એક સફળ ખેડૂત ના ફાર્મ નું નામકરણ ડો. સી. કે. ટીંબડીયા હસ્તક કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવશો તો નુકસાન નહીં ઉપરથી ફાયદો થશે.

પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોના ભાવ વધુ મળે છે તેથી ખેડૂત ની આવક ઘટતી નથી પરંતુ ખર્ચ ઘટે છે. આજે દુનિયાભરમાં પ્રાકૃતિક ખેતીની મોટી માંગ છે ત્યારે ગુજરાતનો ખેડૂત પાછળ રહી ન જાય તેના માટે બગસરા તાલુકાના પાંચ ગામમાં પ્રાયોગિક ધોરણે અમલવારી કરવામાં આવશે. જેમાં અમારી પ્રાકૃતિક યુનિવર્સિટી દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે જેના માટે જરૂરી ટેકનિકલ સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવશે. જેમના દ્વારા ખેડૂતોને ખેતરે આવીને અથવા સામૂહિકમાં તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ સરકારની વિવિધ કૃષિની કલ્યાણકારી યોજનાઓથી ખેડૂતોને વાકેફ કરીને વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતોને વધારાનો ખર્ચ કરવાનો નથી ઉપરથી રાસાયણિક દવા ખાતરનો ખર્ચ કરશે આ એક વાત બરાબર સમજવી પડશે કે પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેના પાંચ આયમોનો સંપૂર્ણપણે અમલ કરવાનો રહેશે જો ખેડૂત તેનો અમલ બરાબર રીતે નહીં કરે તો પરિણામ મળવું મુશ્કેલ છે તેથી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરતા પહેલા બરાબર સમજી વિચારીને આગળ વધવું જેથી નુકશાની ભોગવાનો વખત આવશે નહીં. અંતે ખેડૂતો માટે સંપૂર્ણ પ્રાકૃતિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દેશી ગાયના દૂધમાંથી બનેલો 100% પ્રાકૃતિક શ્રીખંડ અને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી.વ્યવસ્થા અને આયોજન માં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા નો જરૂરી સહયોગ મળેલ, અજર અમર ની જગ્યા ના સંત શ્રી બ્રહ્મચારી બાપુ ના આશીર્વાદ મળેલ.

Related Posts