fbpx
અમરેલી

બગસરા જગ વિખ્યાત ગાયક અલ્પાબેન પટેલે સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતા આઈસોલેશન ની મેડિકલ ઇન્સ્યુમેન્ટની મદદ કરી દર્દી ઓને હિતમ આપી કોઈ ડર સ્વસ્થ બનો

અમરેલી ના બગસરા ખાતે ચાલી રહેલ શ્રી સ્વામિનારાયણ મંદીર  ખાતે ચાલી રહેલ ૨૫ બેડ નુ આઇસોલેશન સેન્ટર ચાલે છે. જેમા ઘણા દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે અને આજુબાજુના ઘણા ગામડાઓને આ નિશુલ્ક આઇસોલેશન સેન્ટર  નો લાભ મળ્યો છે. જેની નોંધ બગસરા તાલુકા ના મુંજીયાસર ગામના જગવિખ્યાત લોકગાયિકા ને જાણ થતા આઇસોલેશન સેન્ટર સંચાલક સાથે સંપર્ક કરતા સેન્ટર મા ઘણી તબીબી સાધનો ની અગવડ હતી. જેથી આઈશોલેશન સેન્ટર માટે ઓકિસમીટર , થર્મોમીટર , ગ્લુકોમીટર , ડીજીટલ બ્લડપ્રેશર મશીન , N95 માસ્ક જેવી સાધનોની કીટ બનાવી સંચાલક રાજનભાઇ ને આપવામા આવી. અને આ મહામારી તબીબોને જરુર પડતી સાધનસામગ્રી માટે સેવા માટે અલ્પાબેન દ્વારા તૈયારી બતાવવામા આવી હતી અને વહેલી તકે કેમ આ મહામારી માથી બહાર આવીયે તે બાબતે ચર્ચા કરવામા આવી.આઇસોલેશન સેન્ટર મા રહેલ તમામ દર્દીઓ સાથે મુલાકાત કરી હુંફ આપી પોઝીટીવ વિચારો આપવામા આવ્યા. અને દર્દીઓના સગાઓને કોરોના સામેની લડાઇ મા ડર્યા વગર  હીંમત રાખી સામનો કરવા જણાવ્યુ હતુ.

Follow Me:

Related Posts