અમરેલી

બગસરા ટાઉનમાં વરલી મટકા તથા આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક . હિમકર સિંહ સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ..આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બગસરા ટાઉનમાં બાતમી હકિકત આધારે અલગ અલગ જગ્‍યાએ રેઇડ દરમ્‍યાન એક ઇસમને પોતાના મોબાઇલ ફોનમાં વરલી મટકાના આકડા લઇ જુગાર રમી રમાડતા જુગાર સાહિત્‍ય સાથે પકડી પાડેલ હોય, તેમજ એક ઇસમને મોબાઇલ ફોનમાં આઇ.પી.એલ.૨૦૨૨ ની રોયલ ચેલેન્‍જ અને લખનઉ સુપર જોઇન્‍ટસ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર લાઇન ગુરૂ નામની એપ્‍લીકેશન ઉપર સ્‍કોર જાણી, ક્રિકેટનો સટ્ટો રમી/રમાડતા પકડી પાડેલ હોય જે બન્‍ને ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, બગસરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.  

 વરલી મટકાનો જુગાર રમતા પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલઃ-
રફીકભાઈ ઉર્ફે અબ્બા ઉમરભાઈ મકારમ, ઉ.વ.૫૫, રહે.બગસરા, આરબવાડ, વડલા પાસે, તા.બગસરા, જિ.અમરેલી વાળાને રોકડ રૂ.૨૩,૧૦૦/- તથા મોબાઇલ નગ-૧, કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

 ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા પકડાયેલ ઇસમઃ-
નદીમભાઈ કાદરભાઈ બારેજીયા, ઉ.વ.૨૪, રહે.બગસરા, જામકાના ઝાપા પાસે, તા.બગસરા, જિ.અમરેલી વાળાને રોકડા રૂ.૧,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ–૧ કિં.રૂ.૫૦૦૦/- મળી કુલ કિં.રૂ.૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts