fbpx
અમરેલી

બગસરા તાલુકાનાં માવજીંજવા મુકામે સ્વામી નિર્દોષાનંદજી સેવા સંન્યાસ આશ્રમમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પ અને સત્સંગ સમારોહ યોજાશે.

બગસરા તાલુકાનાં માવજીંજવા મુકામે સ્વામી નિર્દોષાનંદજી સેવા સંન્યાસ આશ્રમમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પ અને સત્સંગ સમારોહ યોજાશે જીવસેવા એજ શિવસેવા મંત્રનાં ઉદ્દઘોષક પ્રખર ત્યાગ અને વૈરાગ્યમય પવિત્ર સંન્યાસ જીવન જીવીને સમાજને માનવસેવા અને શિવભક્તિની સાધના દ્વારા મુક્તિનો સુગમ માર્ગ પ્રદર્શિત કરનાર વિરલ સંત વિભૂતિ પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા દર્દીનારાયણની તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સારવાર કરવાનાં પવિત્ર ઉદ્દેશથી ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે પ્રસ્થાપિત વિનામૂલ્યે માનવસેવા હોસ્પિટલ નાં દર્દીઓના લાભાર્થે પૂજ્યની પ્રેરણા અને કૃપાથી બગસરા તાલુકાનાં માવજીંજવા મુકામે નિર્મિત સેવા સંન્યાસ આશ્રમમાં પૂજ્ય સ્વામીજીનાં કૃપાપાત્ર સદ્શિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તારીખ 10/11ને રવિવારનાં રોજ સવારે રક્તદાન કેમ્પ તથા સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં દીપપ્રાગટ્ય દ્વારા રક્તદાન કેમ્પનો શુભારંભ થયા બાદ પૂજ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ માનવસેવા અને શિવભક્તિમય અમૃતવાણીનો લાભ આપશે આ પ્રસંગે તંદુરસ્ત યુવા ભાઈઓ બહેનોને રકતદાન કરવા માટે તેમજ સર્વે ધર્મપ્રેમી જનતાને ધર્મસભા સત્સંગ પ્રવચનનો લાભ લેવા તમામ રક્તદાતાઓ માટે બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ રક્તદાતાઓને આકર્ષક પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવશે સ્વામી નિર્દોષાનંદજી સેવા સંન્યાસ આશ્રમ માવજીંજવા તાલુકો બગસરા ખાતે યોજાશે તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts