બગસરા તાલુકાના વિવિધ ગામોની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણુંક માટે અરજી મંગાવાઈ
બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા, નવા ઝાંઝરીયા, બગસરા પ્રાથમિક શાળા, રફાળા, જુના વાઘણીયા, હડાળા શીલાના, હામાપુર અને બાલાપુરની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણુંક માટે અરજી મંગાવવામાં આવે છે.
આ નિમણૂંક માટે ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં આવશે, લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ, સ્થાનિક વિધવા, ત્યક્તા બહેનોને અગ્રતા આપવામાં આવશે. નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, બગસરા ખાતેથી મેળવી જન્મનું પ્રમાણપત્ર, એસ.એસ.સી પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનૂં પ્રમાણપત્ર, એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વિધવા અને ત્યક્તા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા તેમજ અન્ય કોઈ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્ર સાથે તા.૨/૦૭/૨૦૨૧ સુધીમાં રજુ કરવાનું રહેશે. અંગે વધુ માહિતી માટે બગસરા મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે
Recent Comments