અમરેલી

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ઇસમોને વાહનો સહિત કુલ કિં.રૂ. ૬,૫૩,૦૦૦ / – નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએરેન્જના જિલ્લાઓમાં પસાર થતી નદીઓના પટ્ટમાંથી રેતી ચોરી કરી , પર્યાવરણને નુકશાન કરતાં ઇસમો સામે કાર્યવાહી કરવા , રેતી ચોરી સદંતર બંધ સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૨૪ / ૦૬ / ૨૦૨૨ નાં રોજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન હાલરીયા ગામે નદીના પટ્ટમાંથી ત્રણ ટ્રેકટરોમાં રેતીની ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . છું પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) જયસુખભાઈ નરશીભાઈ આસોદરા ઉ.વ .૨૭ , રહે.હાલરીયા , કોળીવાડા , તા.બગસરા , જિ.અમરેલી ( ૨ ) વિજયભાઈ પ્રાગજીભાઈ કોરાટ , ઉ.વ .૩૮ , રહે.હાલરીયા , પરા વિસ્તાર , તા. બગસરા , જિ.અમરેલી . છ પકડાયેલ મુદ્દામાલ ટ્રેકટર રજી નંબર GAW 9257 , ટ્રોલી રજી.નં GJ 14 X 5937 કિ.રૂ .૨,૦૦,૦૦૦ / – તથા ટ્રેકટર રજી નંબર GJ 14 M 0201 , ટ્રોલી રજી.નંબર વગરની કિ.રૂ .૨,૫૦, ૦૦૦ / – તથા ટ્રેકટર રજી . નંબર GJ 11 M 5446 , ટ્રોલી રજી.નં GJ 14 X 2851 કિ.રૂ .૨,૦૦,૦૦૦ / – તથા રેતી ૬ ટન કિ.રૂ .૩,૦૦૦ / -મળી કુલ કિં.રૂ .૬,૫૩,૦૦૦ / – નો મુદ્દામાલ . NIF જુલાઇ 2 ‘ ‘ resol E આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા , તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts