ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ , જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૦૦૭૫૬/૨૦૨૦ , પ્રોહી એક્ટ કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબનો પ્રોહિબીશનનો ગુનો કરી , નાસી જનાર આરોપીને ગઇકાલ તા .૧૨ / ૦૬ / ૨૦૨૨ ના રોજ જેઠીયાવદર ગામના બસસ્ટેન્ડ પાસેથી પકડી પાડી , પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ રામજીભાઇ પરશોત્તમભાઇ ઉંધાડ , ઉ.વ .૩૭ , રહે.મોટા મુંજીયાસર , તા.બગસરા , જિ.અમરેલી , હાલ રહે.વેલેન્જા , મારૂતિધામ સોસાયટી , મકાન નં.બી -૧૫૮ , સુરત . પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ પકડાયેલ આરોપી વિરૂધ્ધ સને ૨૦૧૯ માં નીચે દર્શાવ્યા મુજબનો ગુનો નોંધાયેલ છે . ( ૧ ) સુરત શહેર સરથાણા પો.સ્ટે . ગુ.ર.નં. ૪૯/૨૦૧૯ , ઇ.પી.કો. કલમ ૨૮૩ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .Attachments area
બગસરા પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Recent Comments