અમરેલી

બગસરા બાળ કેળવણી ખાતે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ ના સહયોગથી છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ

બગસરા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ ના સહયોગથી બાળ કેળવણી મંદીર બગસરા દ્રારા છેલ્લા ૧૬ વર્ષ થી ઉનાળાની કાળઝાળ ગરમીમાં  જરૂરીયાત મંદ પરીવાર માટે વિનામૂલ્યે બે છાસ વિતરણ કેન્દ્રો ચલાવવામાં  આવે છે. તારીખ ૧૪ એપ્રીલ ના રોજ  બાળ કેળવણી મંદીર  બગસરા કેમ્પસ માં દ્રિતીય છાસ કેન્દ્ર, સીટી કાઉન્સિલ બગસરા ના પ્રમુખ ઉકાભાઇ કિકાણી ના વરદહસ્તે છાસ વિતરણ કેન્દ્ર નો શુભારંભ કરવા માં આવેલ. આ કેન્દ્ર માં દરરોજ ૧૦૦  થી વઘારે જરૂરીયાતમંદ પરીવારો ને દૈનિક એક લીટર છાસ આપવા માં આવશે.દરેક પરીવાર ને સારી ગુણવત્તા વાળી છાસ આપવામાં આવશે.સંસ્થા ના નિષ્ઠાવાન કાર્યકર શ્રી દમયંતીબેન ડાભી અને વિજયભાઈ જાની  સંપૂર્ણ છાસ કેન્દ્ર નું સંચાલન કરી રહ્યા છે તેમ એક અખબારી યાદીમાં દેવચંદ સાવલિયા બાળ કેળવણી મંદીર બગસરા એ જણાવ્યું હતું

Related Posts