fbpx
અમરેલી

બગસરા-રાજકોટ રુટની બસમાંથી વિદેશી દારુ મળતા ખળભળાટ મચ્યો

ગોંડલમાં આજે બગસરા-રાજકોટ રૂટની બસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યાં ગોંડલથી બસ રાજકોટ જવા નીકળી હતી ત્યારે કોલેજ ચોકના બસસ્ટોપ પાસે પેસેન્જરના ધ્યાને બિનવારસી બેગ આવતા તેણે કંડકટરને જાણ કરી હતી. કંડકટરે બેગ ખોલતા તેમાંથી વિદેશી દારૂ ભરેલી બોટલો મળી હતી. તેથી કંડકટર અને ડ્રાઈવર દ્વારા ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા તુરંત સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલ આ બિનવારસી બેગની તપાસ શરુ કરી છે.

આ સમગ્ર બનાવ અંગે ગોંડલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગોંડલમાં હવે પોલીસના ખૌફ વગર બૂટલેગરો બેરોકટોક વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં હોવાના બનાવો વાંરવાર બની રહ્યા છે. આજથી ૪ મહિના પહેલા રાજકોટના કુવાડવા હાઇવે પર નવાગામ પાસેથી પાઇલટિંગ સાથે વિદેશી દારૂ ભરેલો બોલેરો નીકળવાની હોવાની કુવાડવા રોડ પોલીસને માહિતી મળી હતી.

આ માહિતીના આધારે ૪ માસ પહેલા પોલીસે નવાગામ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક એક્ટિવા પસાર થતા તેને અટકાવ્યું હતું અને તેની પાછળ આસુરેન્દ્રનગર પાસિંગના બોલેરોને અટકાવી હતી. અને બોલેરોની તલાશી લેતા પાછળના ભાગેથી રૂ.૪.૯૯ લાખના કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૧૦૫૬ બોટલ મળી આવી હતી.

Follow Me:

Related Posts