અમરેલી

બગસરા વિશ્વ વાત્સલ્ય સંસ્થા દ્વારા સયુંકત કુટુંબ ભાવના ઉજાગર કરતો સાસુ વહુ વંદના કાર્યક્રમ યોજાયો

બગસરા અનેક વિધ સેવા પ્રવૃત્તિ નો પર્યાય સંસ્થા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા  પરીવાર ભાવના મજબૂત બને  તે માટે સાસુ વહુ વંદના કાર્યક્રમ ચાલે છે .  આ કાર્યક્રમ માં શ્રેષ્ઠ સાસુ વહુ અરસ પરસ એક બીજા નું સન્માન કરે છે. એક બીજા ને ભાવથી ભેટે છે પરીણામે લાગણી ના સંબંધો વઘારે મજબૂત બને છે. આવી સમજ સાથે બગસરા તાલુકાના હડાળા ગામે એક સફળ સાસુ વહુ વંદના કાર્યક્રમ યોજાય ગયો  જેમાં મહિલા મંડળ ની બહેનો એ સાથે મળીને સમુહ ભોજન પણ કરેલ.સયુંકત કુટુંબ ભાવના બધે પરિવાર માં સંવાદિતા વધે પરસ્પર આદર સત્કાર થી ઘર માં સાસુ વહુ વચ્ચે સંકલન સેવા સમર્પણ ભાવ થી ઘર એક મંદિર છે તેવા સુંદર સદેશ આપતો આ કાર્યક્રમ યોજાયો.

Related Posts