બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 37મી વાર્ષિક સાધારણસભા સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીની અઘ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલાએ હાજરી આપેલ. મંડળીનાં ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆની આગેવાનીમાં અમદાવાદનાં સહકારી આગેવાનો, રાજકીય તેમજ સામાજીક સંસ્થાના વડાઓ સહિતના મંડળીનાં સભાસદોની વિશાળ હાજરીમાં યોજાયેલ.
મંડળી ઘ્વારા વર્ષ ર0ર0/ર1માં કરાયેલ કામગીરીનો અહેવાલ અને મંડળી ઘ્વારા સામાજીક ક્ષેત્રે ઉત્તરદાયિત્વ નિભાવવા સાથે સભાસદોને પોતીકી મંડળી લાગે તેવા વહીવટને દિલીપભાઈ સંઘાણીએ બીરદાવેલ. મહેશભાઈ કસવાલાએ સહકારી પ્રવૃત્તિ થકી છેવાડાનાં માનવી સુધી આર્થિક જરૂરિયાત મુજબના લાભો થતાં હોય ત્યારે મંડળીની કામગીરીને અભિનંદનપાઠવેલ. અમદાવાદ મ્યુનિસિપલનાં મેયર કિરીટભાઈ પરમારે બગસરાથી શરૂ થયેલ આ મંડળી અમદાવાદ મુકામે સાધારણસભા યોજી રહી છે તે અભિનંદનને પાત્ર છે અને આ પ્રવૃત્તિ ખૂબ જ વેગવંતી બને તેવી શુભેચ્છા પાઠવેલ.
આ તકે એનસીયુઆઈનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમદાવાદ મ્યુનિસિપલનાં શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, નિકોલ-નરોડા સૌરાષ્ટ્ર પટેલ સમાજનાં આદ્યસ્થાપક મગનભાઈ રમાણી, કોર્પોરેટર મહેશભાઈ કુસવા, લોકસાહિત્યકાર નાનજીભાઈ હિરપરા, કોકીલાબેન કાકડીયા સહિતનાં વકતાઓએ મંડળીની પ્રગતિને બિરદાવેલ.
મંડળીનાં ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆએ સભાને માહિતી આપેલ કે મંડળીનું કુલ ધિરાણ 67 કરોડ તથા થાપણો 68 કરોડ ઉપરાંતની હોય અને મંડળીને નફો ર49 લાખનો કરેલ હોય જેમાં સભાસદોને 1પ% ડિવિડન્ડ તથા આકર્ષક ભેટની જાહેરાત કરેલ અને મંડળીની વિવિધ સવલતોનો લાભ સભાસદો લે તેવી અપીલ કરેલ.
સાધારણ સભાની શરૂઆતમાં સ્વાગત પ્રવચન અમદાવાદ શાખાના એમડી અશ્વિનભાઈ પેથાણીએ કરેલ જયારે કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંસ્થના જનરલ એમડી નિતેષ ડોડીઆ તથા ડીરેકટર ધીમંતભાઈ શેઠ તથા જનરલ મેનેજર ડી.જી. મહેતાએ કરેલ. આભારવિધિ અમદાવાદ શાખાના સંજયભાઈ કાછડીયાઘ્વારા કરવામાં આવેલ તેમ મંડળીનાં ફિલ્ડ ઓફિસર જયદીપભાઈ નાકરાણીની યાદી જણાવે છે.
Recent Comments