અમરેલી – શિરડી બસ લોક ડાઉનમાં ટ્રાફિક ન મળતા એસ.ટી.ડિવિઝન – અમરેલી દ્વારા સુરત સુધી ટૂંકાવી દેવામાં આવી હતી. આ બાબતે લોકડાઉન ખુલતા પ્રા.જે.એમ.તલાવીયાએ વિભાગીય નિયામક બ્રિજરાજસિંહ જાડેજાને રજુઆત કરતા તેમણે જણાવેલ કે ટ્રાંફિક મળતા જ આ બસ સત્વરે શરૂ કરવામાં આવશે. અમરેલી ડિવિઝને આ બસને બગસરા થી શિરડી લંબાવી બગસરા તાલુકાને પણ લાભ આપ્યો છે. આ બસ બગસરાથી બપોરે ૧૩.૧૫ ક્લાકે ઉપડી અમરેલીથી ૧૪.૧૫ કલાકે ઉપડે છે અને બીજા દિવસે સવારે ૮.૨૦ કલાકે શિરડી પહોંચાડે છે. ફરી શિરડીથી બપોરે ૧૨.૦૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૬.૪૫ કલાકે અમરેલી અને ૭.૪૫ કલાકે બગસરા પહોંચાડે છે. આ અંગે પ્રા.જે.એમ.તલાવીયાએ વિભાગીય નિયામક બ્રિજરાજસિંહ જાડેજા અને આ બાબતે ઊંડો રસ લેવા બદલ વિભાગીય પરિવહન અધિકારી બિંમલભાઈ નથવાણી, નરેશભાઈ વેકરિયા અને નંદલાલભાઈ કાબરિયાનો આભાર વ્યક્ત કર્યો છે.
બગસરા – શિરડી બસ શરૂ : પ્રા. જે.એમ.તલાવીયાની રજૂઆતને સફળતા. પરિવહન પ્રત્યે આભાર ની લાગણી


















Recent Comments