બગસરા સબ ડિવિઝનમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનું વેચાણ કરવા પરવાનગી માટે તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
રાજય સરકારશ્રીની વખતોવખતની માર્ગદર્શિકાઓને અનુસરીને આ વર્ષે આગામી સમયમાં આવનારા દિવાળીનાં તહેવાર દરમિયાન બગસરા સબ ડિવિઝનમાં આવેલા વડીયા અને બગસરા તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેઓએ લાઈસન્સ મેળવવા અરજી કરવી. હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમણે સુરક્ષિત મકાનમાં રક્ષિત કે ધંધાથી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટનાં પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારુખાનું રાખવા તથા વેચાણ કરવા માટે ફોર્મ.નં.એ.ઈ.૦૫માં અરજી કરી નમૂના. નં. એલ. ઈ. ૦૫માં લાઈસન્સ મેળવવું ફરજિયાત છે.આ લાઈસન્સ મેળવવા માંગતા હોય તેમણે ફોર્મ.નં.એ.ઈ.- ૦૫માં નિયત નમૂનામાં બગસરા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીને તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં જરુરી આધાર જોડીને ત્રણ નકલમાં અરજી કરવી. અરજી સાથે અરજી ફોર્મ.નં.એ.ઈ.૦૫માં નિયત નમૂનામાં જ કરવી.
અરજીમાં સંપૂર્ણ વિગતો સુવાચ્ય અને સચોટ રીતે ભરવી. અરજી ઉપર અરજદારશ્રીએ, પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો એક ફોટોગ્રાફ અચૂક લગાડવો. અરજી પર રુ.૦૩-૦૦ની કોર્ટ ફી સ્ટેમ્પ અચૂક લગાડવી. અરજી સાથે લાઈસન્સ ફી – રુ. ૯૦૦/- (નવ સો ) “૦૦૭૦-૬૦-૧૦૩-૦૦ ( અન્ય વહીવટી સેવાઓ, રિસિપ્ટ અંડર એકસ્પ્લોઝિવ્સ એકટ વિગેરે)” સદરે ચલણથી સરકારમાં જમા કરાવી અસલ ચલણ ફરજિયાત સાથે સામેલ રાખવું. સૂચિત સ્થળનાં બ્લુ પ્રિન્ટ નકશામાં અરજદારશ્રીએ સહી કરી અરજી સાથે ૦૩(ત્રણ) નકલમાં સામેલ રાખવા.સૂચિત સ્થળ માલિકી/ભાડા હક્ક ધરાવતાં હોવા અંગેનાં આધાર-પુરાવાઓ બિનચૂક સામેલ રાખવા. અધૂરી વિગતો કે સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ, તેમ બગસરા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી અને પ્રાંત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments