બગોદરાથી ધંધુકા તરફ જતા રસ્તા પર ધંધુકા પાસે ચાલતા રેલ્વેના ઓવરબ્રીજનું કામ ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યું છે અને અત્યંત લાંબો સમય થઈ ગયેલ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. સતત ટ્રાફીક જામની ઘટના બને છે આ મુદ્દાને શક્તિસિંહ ગોહિલે આજે સંસદ (રાજ્યસભા)માં ઉઠાવ્યો હતો અને રાજ્યસભાના સભાપતિશ્રીએ પણ ધંધુકા પાસે ચાલતો રેલ્વેનો ઓવરબ્રીજ પૂરી ગતિશક્તિનો ઉપયોગ કરીને ઝડપથી પૂર્ણ થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. સરકાર તરફથી આ કામ પહેલા વિલંબમાં પડ્યું હતું પરંતુ હવે એને ઝડપથી પૂરું કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.ધંધુકા રેલવે ઓવરબ્રિજના વિલંબમાં પડેલા કામને સત્વરે પૂર્ણ કરવા શ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો તેની વિડીયો લીંક https://youtu.be/cZU7qWW1lIg આ સાથે સામેલ છે. જેને જોવા અને ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરવા વિનંતી.
બગોદરાથી ધંધુકા તરફ જતા રસ્તા પર ધંધુકા પાસે ચાલતા રેલ્વેના ઓવરબ્રીજનું કામ ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યું છે અને અત્યંત લાંબો સમય થઈ ગયેલ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. : શક્તિસિંહ ગોહિલ

Recent Comments