બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ ૧૦ ફ્લેટ ખરીદ્યા છે. રિપોર્ટ મુજબ તેમણે મુંબઈ વેસ્ટમાં ૨૪.૯૫ કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદી છે. આ નવનિર્મિત એપાર્ટમેન્ટ ઓબેરોય રિયલ્ટીના પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇટર્નિયાનો એક ભાગ છે, જે ૩ મ્ૐદ્ભ અને ૪ મ્ૐદ્ભ રેડી-ટુ-મૂવ-ઇન ફ્લેટ ઓફર કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ બચ્ચન પરિવારે મુંબઈમાં ૧૦ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.
આ ડીલમાં દરેક એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. આ પ્રોજેક્ટમાં કુલ ૧.૫૦ કરોડ રુપિયાની સ્ટેપ ડ્યુટી લગાવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અભિષેક બચ્ચને આમાંથી ૬ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. જેની કિંમત અંદાજે ૧૪.૭૭ કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. જ્યારે અમિતાભ બચ્ચને ૪ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ રોકાણોની સાથે પરિવારનું રિયલ એસ્ટેટમાં રોકાણ પણ વધ્યું છે. વર્ષ ૨૦૨૦માં મુંબઈ મહાનગરમાં સેલિબ્રિટી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો હિસ્સો ૨૫% કરતા વધુ હતો. આ પરિવારે ૨૦૨૪માં રિયલ એસ્ટેટમાં ૧૦૦ કરોડ રુપિયાથી વધારે રોકાણ કર્યું છે. જેમાં ઓશિવારા અને મગથાનેની પ્રોપર્ટી પણ સામેલ છે.
Recent Comments